Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

એક વિલન જોવા મજબૂર કરે છે આ 10 કારણો : વાંચો Preview

મુંબઈ, 26 જૂન : 27મી જૂને મોટા પડદે રિલીઝ થઈ રહી છે મોહિત સુરીની ફિલ્મ એક વિલન. ફિલ્મમાં લીડ રોલ પ્લે કર્યો છે સિદ્ધાર્થ મલ્હોત્રા, શ્રદ્ધા કપૂર અને રીતેશ દેશમુખે. ફિલ્મનું પ્રમોશન પુરજોશમાં ચાલી રહ્યું છે. ફિલ્મ એક રોમાંટિક થ્રિલર છે. તેથી ફિલ્મના પ્રમોશનથી રીતેશને દૂર રખાયાં છે કે જેથી ફિલ્મની વાર્તા પ્રત્યે લોકોની જિજ્ઞાસા જળવાઈ રહે.

એક વિલન ફિલ્મ અંગે લોકોમાં ખૂબ જ ઉત્સુકતા અને જિજ્ઞાસા છે. ફિલ્મના પ્રમોશન દરમિયાન પણ આ જિજ્ઞાસા અને ઉત્સુકતા દેખાઈ આવે છે. એક વિલન સાથે મહત્વની બાબત એ છે કે આશિકી 2 જેવી સફળ ફિલ્મની જોડી એટલે કે મોહિત સુરી અને શ્રદ્ધા કપૂર ફરી એક સાથે છે, તો સ્ટુડન્ટ ઑફ ધ ઈયર ફૅમ સિદ્ધાર્થ મલ્હોત્રા પણ યુવા દર્શકોમાં જાણીતા છે. બીજી બાજુ ગ્રાન્ડ મસ્તી અને હમશકલ્સ જેવી ફિલ્મો કરનાર રીતેશ દેશમુખ આ ફિલ્મમાં મહત્વના રોલમાં છે.

ચાલો તસવીરો સાથે બતાવીએ એક વિલન જોવા મજબૂર કરતા 10 કારણો :

નવી અને રસપ્રદ જોડી

નવી અને રસપ્રદ જોડી

    સિદ્ધાર્થ મલ્હોત્રા તથા શ્રદ્ધા કપૂર એક નવી, તાજી અને રસપ્રદ જોડી છે. બંનેની કેમેસ્ટ્રી પણ ખૂબ જ હૉટ જણાય છે. ફિલ્મમાં શ્રદ્ધા-સિદ્ધાર્થનુ લિપલૉક પણ છે.

    દિગ્દર્શક

    દિગ્દર્શક

    મોહિત સુરી કુશલ દિગ્દર્શક છે કે જેમણે આવારાપન, ઝહર, વો લમ્બે, મર્ડર 2 અને આશિકી 2 જેવી હિટ ફિલ્મો આપી છે. તેથી જ એક વિલન પ્રત્યે લોકોની આશાઓ ઓર વધી ગઈ છે.

    આકર્ષક ટ્રેલર

    આકર્ષક ટ્રેલર

    એક વિલનનું ટ્રેલર ખૂબ જ આકર્ષક છે કે જે દર્શકોને જકડી રાખવા છે.

    સિદ્ધાર્થનો નૅચરલ લુક

    સિદ્ધાર્થનો નૅચરલ લુક

    સિદ્ધાર્થ મલ્હોત્રાએ પોતાની પહેલી અને બીજી ફિલ્મોમાં તાજો તથા ફની લુક ધર્યો હતો, પરંતુ એક વિલનમાં તેઓ નૅચરલ લુકમાં દેખાય છે.

    શ્રદ્ધા-ધ ટ્વિસ્ટ ઇન ધ સ્ટોરી

    શ્રદ્ધા-ધ ટ્વિસ્ટ ઇન ધ સ્ટોરી

    શ્રદ્ધા કપૂર આ ફિલ્મમાં ચુલબુલી યુવતીનો રોલ કરી રહ્યાં છે, પણ તમે નથી જાણતા કે તેનુ ચુલબુલપણુ ક્યારે સાચી દિશાએ વળી જાય છે? અટકળો એવી છે કે ફિલ્મમાં શ્રદ્ધા જ વિલન છે. આ જોવાનું આપણે મિસ ન કરી શકીએ? કરાય ખરું?

    રીતેશ દેશમુખ વિરોધી તરીકે

    રીતેશ દેશમુખ વિરોધી તરીકે

    રીતેશ દેશમુખ સામાન્ય રીતે મલ્ટી-સ્ટારર કૉમેડી ફિલ્મોમાં હોય છે, પરંતુ શું રીતેશ એક વિલનમાં એક વિરોધીની ભૂમિકામાં છે? આ વધુ એક એવુ પાસુ છે કે જે એક વિલન જોવા પ્રેરે છે.

    સંગીત

    સંગીત

    એક વિલનનુ દરેક ગીત કર્ણપ્રિય અને માદક છે. ગલિયાં... ગીત લોકપ્રિય થઈ ચુક્યું છે કે જેમાં શ્રદ્ધાનો અવાજ છે. બાકીના તમામ ગીતો પણ શાનદાર છે.

    પ્રાચી દેસાઈનું આવારી... ગીત

    પ્રાચી દેસાઈનું આવારી... ગીત

    પ્રાચી દેસાઈનું ફર્સ્ટ આયટમ સૉંગ! આવારી... ગીતમાં પ્રાચી દેસાઈ માદક અવતારમાં દેખાય છે.

    મૂવીનો પ્લૉટ

    મૂવીનો પ્લૉટ

    એક વિલનનો પ્લૉટ થ્રિલિંગ લાગે છે. ફિલ્મની ટીમ કહી ચુકી છે કે ફિલ્મમાં કોઈ હીરો નથી, માત્ર વિલન્સ છે. તેથી આ બાબત ચોક્કસ ફિલ્મને જોવા લાયક અને રસપ્રદ બનાવે છે. ખરૂ કે નહીં?

    કોણ હશે અસલી વિલન

    કોણ હશે અસલી વિલન

    ફિલ્મનું નામ જ એક વિલન છે અને હજી સુધી એ ખુલાસો નથી થયો કે ફિલ્મમાં હકીકતમાં વિલન કોણ છે? શ્રદ્ધા કપૂર, સિદ્ધાર્થ મલ્હોત્રા કે પછી રીતેશ દેશમુખ? આ સૌથી મોટુ સસ્પેંસ છે કે જેના ઉપરથી પડદો ઉચકાશે ફિલ્મ રિલીઝ થયા બાદ.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+
    loader
    X