પ્રિયંકા ચોપરા બીજી વાર People's Choice Award જીતી..

Written By:
Subscribe to Oneindia News

પ્રિયંકા ચોપરાએ સતત બીજા વર્ષે ઇન્ટરનેશનલ પીપલ્સ ચોઇસ એવોર્ડ પોતાના નામે કર્યો છે. પ્રિયંકાને Favorite Dramatic Actress એવોર્ડ જીત્યો છે. ગત વર્ષે પણ પ્રિયંકા ચોપરાએ ફેવરિટ એક્ટ્રેસ ઇન ન્યૂ ટીવી સિરિઝ કેટેગરીનો એવોર્ડ પોતાના નામે કર્યો હતો.

પ્રિયંકા ચોપરા માટે આ ઘણી મોટી ઉપલબ્ધિ છે. હંમેશની જેમ પ્રિયંકા ચોપરા પીપલ્સ ચોઇસ એવોર્ડના રેડ કાર્પેટ પર પણ છવાઇ ગઇ હતી. તે ખૂબ જ સુંદર અને ક્લાસી લાગી રહી હતી. મીડિયાથી માંડીને હોલિવૂડ સ્ટાર્સ સુધી સૌના નજર પ્રિયંકા પર જ હતી. પીપલ્સ ચોઇસ એવોર્ડમાં પ્રિયંકા ચોપરા કેવી લાગતી હતી, જુઓ અહીં..

ક્વોન્ટિકો માટે મળ્યો એવોર્ડ

ક્વોન્ટિકો માટે મળ્યો એવોર્ડ

પ્રિયંકા ચોપરાના આ વર્ષે સતત બીજી વાર ક્વોન્ટિકો માટે એવોર્ડ મળ્યો છે.

ફેન્સને કહ્યું ધન્યવાદ

ફેન્સને કહ્યું ધન્યવાદ

આ એવોર્ડ જીત્યા બાદ પ્રિયંકા ચોપરાએ પોતાના ફેન્સને ધન્યવાદ કહ્યું. પ્રિયંકા ચોપરા અને તેમના ફેન્સ બંન્ને માટે આ સેલિબ્રેશનનો ટાઇમ છે.

લુક્સ

લુક્સ

પ્રિયંકા આ ઇવેન્ટમાં પણ અત્યંત સુંદર દેખાઇ રહી હતી અને હંમેશની જેમ તેણે પોતાના ડ્રેસિંગ અને સ્ટાયલ સ્ટેટમેન્ટથી સૌને પાછળ છોડી દીધા હતા.

પ્રિયંકાની ખુશી

પ્રિયંકાની ખુશી

પ્રિયંકા ચોપરાની ખુશી પણ જોવા લાયક હતી. તે ખૂબ જ ખુશ અને ઉત્સાહિત હતી અને તેણે થેન્ક્યૂ સ્પીચ પણ ખૂબ કમાલની આપી હતી.

ક્વોન્ટિકોના સેટ પર થઇ હતી ઇજા

ક્વોન્ટિકોના સેટ પર થઇ હતી ઇજા

થોડા દિવસો પહેલાં જ ક્વોન્ટિકોના સેટ પર પ્રિયંકા ચોપરા ઇજાગ્રસ્ત થઇ હતી અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

હોલિવૂડમાં અલગ સ્થાન

હોલિવૂડમાં અલગ સ્થાન

આજે પ્રિયંકા ચોપરા હોલિવૂડમાં પોતાનું અલગ સ્થાન બનાવવામાં સફળ થઇ છે, આજે પ્રિયંકા જે ઊંચાઇ પર છે તે દરેક બોલિવૂડ એક્ટ્રેસ માટે સ્વપ્ન સમાન છે. પ્રિયંકા ચોપરાએ બોલિવૂડની દરેક એક્ટ્રેસ માટે એક ઉદાહરણ પૂરું પાડ્યું છે. દીપિકા પાદુકોણ પણ આજકાલ હોલિવૂડમાં પોતાનું નસીબ અજમાવી રહી છે.

બેવોચ

બેવોચ

આ વર્ષે પ્રિયંકા ચોપરાની હોલિવૂડ ફિલ્મ બેવોચ પણ રિલિઝ થઇ રહી છે, જેમાં તે નેગેટિવ રોલ કરતી જોવા મળશે.

English summary
Priyanka Chopra won peoples choice award and she was looking extremely beautiful this year also
Please Wait while comments are loading...