જુદાં પડી ગયાં પ્રિયંકા ચોપરા અને શાહરુખ ખાન !

અમદાવાદ, 2 ફેબ્રુઆરી : પ્રિયંકા ચોપરા તથા શાહરુખની મિત્રતા અંગે ગૉસિપ કરનારાઓ માટે માઠાં સમાચાર છે. પ્રિયંકા અને શાહરુખ હવે ક્યારેય કોઈનેય આવી ગૉસિપની તક નહીં આપે, કારણ કે બંનેએ એક-બીજાથી કિનારો કરવાનું નક્કી કરી લીધું છે અને આ દિશામાં પ્રથમ પગલું ભર્યું છે જંગલી બિલાડી પ્રિયંકા ચોપરાએ. પ્રિયંકાએ ફરાહ ખાનની હૅપ્પી ન્યુ ઈયર ફિલ્મમાં કામ કરવાનો ઇનકાર કરી નાંખ્યો છે.

priyanka-shahrukh

અગાઉ સમાચાર હતાં કે હૅપ્પી ન્યુ ઈયર ફિલ્મમાં પ્રિયંકા ચોપરા અને શાહરુખ ખાન મુખ્ય ભૂમિકામાં હશે, પરંતુ પછી પ્રિયંકાએ ફરાહને ઇનકાર કરી એકતા કપૂરની મિલન ટૉકીઝ ફિલ્મ સ્વીકારી લીધી. પ્રિયંકા અને શાહરુખની મિત્રતા અંગે ગયા વર્ષો ઘણા સમાચારો આવ્યા હતાં. સમાચાર તો એવા પણ હતાં કે અર્જુન રામપાલ તથા શાહરુખનની મિત્રતા પણ પ્રિયંકા ચોપરાના કારણે ખટરાગમાં બદલાઈ ગઈ.

સૂત્રોના જણાવ્યા મુજબ શાહરુખના પત્ની ગૌરી ખાનને શાહરુખ-પ્રિયંકાની મિત્રતા બિલ્કુલ ગમતી નથી અને અર્જુનના પત્ની સાથે ગૌરીના સારા સંબધો છે. ગૌરી ખાને શાહરુખ અને પ્રિયંકાની મિત્રતા અંગે પોતાની નારાજગી પોતાના મિત્ર અને અર્જુનના પત્ની સાથે શૅર કરી. અર્જુનના પત્નીએ અર્જુનને કહ્યું કે તેઓ શાહરુખને સમજાવે. જ્યારે અર્જુને શાહરુખને સમજાવવાની કોશિશ કરી, તો શાહરુખને ખોટું લાગી ગયું અને તેમણે અર્જુન સાથે અંતર બનાવી લીધો.

આ બનાવ પછી ઘણા દિવસો સુધી અર્જુન રામપાલ અને શાહરુખ ખાનની મિત્રતામાં પડેલી તિરાડ અંગે સમાચારો વહેતા રહ્યાં, પરંતુ પ્રિયંકાનું વલણ જોતા લાગે છે કે આ વાતોની તેમની ઉપર પણ અસર થઈ છે અને તેથી તેમણે ધીમે-ધીમે શાહરુખ ખાન સાથે અંતર વધારવું શરૂ કર્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X