For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રિયંકા ચોપડાને ફિલ્મ 'એતરાઝ'માં રોલ મળ્યો તો કેમ ખૂબ રડી હતી, પ્રોડ્યુસર સુનીલ દર્શને કર્યો ખુલાસો

ફિલ્મ નિર્માતા સુનિલ દર્શને પ્રિયંકા ચોપડા જે આજે વૈશ્વિક સ્તરે જાણીતી છે તેના વિશે ઘણા ખુલાસા કર્યા છે.

By Desk
|
Google Oneindia Gujarati News

મુંબઈઃ બૉલિવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ ભારતના ટોચના સ્ટાર્સમાંથી એક હોવા ઉપરાંત હૉલીવુડમાં પણ પોતાની અભિનય કુશળતા બતાવી છે. પ્રિયંકા ગ્લોબલ પર્સનાલિટી છે પરંતુ તમને જણાવી દઈએ કે બૉલિવુડમાં એન્ટ્રી વખતે તેને પણ એક એક્ટરની જેમ રિજેક્ટ કરવામાં આવી હતી અને તેણે ડાયરેક્ટર અને પ્રોડ્યુસર્સના ખરાબ વ્યવહારનો પણ સામનો કરવો પડ્યો હતો. ફિલ્મ નિર્માતા સુનિલ દર્શને પ્રિયંકા ચોપડા જે આજે વૈશ્વિક સ્તરે જાણીતી છે તેના વિશે ઘણા ખુલાસા કર્યા છે.

પ્રિયંકા ચોપડાએ 'અંદાઝ' ફિલ્મથી કરી કરિયરની શરુઆત

પ્રિયંકા ચોપડાએ 'અંદાઝ' ફિલ્મથી કરી કરિયરની શરુઆત

પ્રિયંકા ચોપડાએ 2003માં ફિલ્મ 'અંદાઝ'થી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. જેમાં તત્કાલીન મિસ યુનિવર્સ લારા દત્તા અને અક્ષય કુમાર હતા. જેના નિર્માતા સુનિલ દર્શન હતા. તેમણે આટલા વર્ષો પછી ખુલાસો કર્યો કે જ્યારે તેમણે પહેલીવાર પ્રિયંકાને જોઈ અને તેની સાથે વાત કરી ત્યારે તેમને તેનો કાળો રંગ અને 'કેટલીક ખામીઓ જોવા મળી જેને સુધારવાની તેમને જરુર લાગી.

પ્રિયંકાએ તરત જ તેમનુ ધ્યાન આકર્ષિત કર્યુ

પ્રિયંકાએ તરત જ તેમનુ ધ્યાન આકર્ષિત કર્યુ

સિદ્ધાર્થ કન્નન સાથેના તાજેતરના ઇન્ટરવ્યુમાં સુનીલ દર્શને અંદાઝના કાસ્ટિંગ વિશે ચર્ચા કરી અને જાહેર કર્યુ કે પ્રિયંકાએ તરત જ તેમનુ ધ્યાન ખેંચ્યુ કારણ કે તે અન્ય અભિનેત્રીઓ કેટલી અલગ હતી. તેનો રંગ એટલો ઘેરો હતો, તેની અમુક ખામીઓ હતી જેને સુધારવાની જરૂર હતી.

મે પ્રિયંકાને જોઈને કહ્યુ - ઓ માય આ ખરેખર અલગ છે

મે પ્રિયંકાને જોઈને કહ્યુ - ઓ માય આ ખરેખર અલગ છે

દર્શને કહ્યુ, 'મારો મતલબ છે કે પહેલા લુકમાં...મને એવુ લાગ્યુ...મેં કરીના કપૂર, કરિશ્મા, જુહી, મીનાક્ષી સાથે કામ કર્યુ હતુ, તેઓ અભિનેત્રીઓ હતી... એ ખૂબસૂરત છોકરીઓ હતી. મે પ્રિયંકા તરફ જોયુ અને કહ્યુ, 'ઓહ, આ ખરેખર અલગ છે'. મેં તેને બેસાડી અને તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો. 15 મિનિટમાં મને માત્ર બે જ બાબતોનો અહેસાસ થયો કે કાં તો હું આ છોકરીને મોટી સફળતા અપાવીશ અથવા તો તે એક મોટી ભૂલ હશે.

દર્શન બોલ્યા હતા લારા દત્તા સારી છે પરંતુ ડાર્ક હોર્સ, રેખા આવી રહી છે

દર્શન બોલ્યા હતા લારા દત્તા સારી છે પરંતુ ડાર્ક હોર્સ, રેખા આવી રહી છે

દર્શને કહ્યુ, 'પણ તેને કંઈક કરવાની ભૂખ હતી. તેનો મધુર અવાજ ખૂબ જ સુંદર હતો. તેમણે કહ્યુ કે પ્રિયંકા ચોપરાની આંખો મારા માટે પ્લસ પોઈન્ટ હતી...તેનો રંગ કાળો હતો, કેટલીક ખામીઓ હતી જેને તે સમયે સુધારવાની જરૂર હતી. મારી આખી ટીમ લારા દત્તાની તરફેણમાં હતી પણ મેં કહ્યુ લારા દત્તા સારી છે પણ ડાર્ક હોર્સ છે, રેખા આવી રહી છે. તે છે પ્રિયંકા ચોપરા.'

એતરાઝમાં રોલ મળ્યો તો ખૂબ રડી પ્રિયંકા

એતરાઝમાં રોલ મળ્યો તો ખૂબ રડી પ્રિયંકા

દર્શને વધુમાં જણાવ્યુ કે તેણે અક્ષય અને પ્રિયંકાને એતરાઝમાં અભિનય કરવા માટે સમજાવ્યા હતા. જ્યારે પ્રિયંકા ચોપડાને વેમ્પનો રોલ આપવામાં આવ્યો ત્યારે તે રડી પડી અને ઘરે ગઈ અને સૂઈ ગઈ. પરંતુ દર્શને તેને ખાતરી આપી કે આ ફિલ્મ તેના માટે લાંબા ગાળે ખૂબ જ ફાયદાકારક રહેશે.

પ્રિયંકા ચોપડાનુ કરિયર

પ્રિયંકા ચોપડાનુ કરિયર

પ્રિયંકા ચોપડાની કારકિર્દી વિશે વાત કરીએ તો તેની છેલ્લી ફિલ્મ ધ મેટ્રિક્સ રિસરેક્શન્સ હતી જે એક અમેરિકન ફિલ્મ હતી જેમાં કીનુ રીવ્સ, કેરી-એની મૉસ, જેડા પિંકેટ સ્મિથ, લેમ્બર્ટ વિલ્સન, યાહ્યા અબ્દુલ-મતીન II, જેસિકા હેનવિક, જોનાથન ગ્રૉફ અને નીલ પેટ્રિક હેરિસે અભિનય કર્યો હતો.

English summary
Priyanka Chopra cried a lot when she got the role in the film 'Aitraaz', producer Sunil Darshan revealed this secret.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X