For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

VIDEO: બ્રાઈડલ શાવરમાં પોતાની અને નિકની મા સાથે નાચી પ્રિયંકા ચોપડા

હાલમાં જ પ્રિયંકાના નજીકના દોસ્તોએ તેના માટે બ્રાઈડલ શાવરનું આયોજન કર્યુ હતુ જેમાં પ્રિયંકાની મા અને ભાવિ સાસુ બંને શામેલ થયા હતા.

|
Google Oneindia Gujarati News

અમેરિકી સિંગર-સોન્ગરાઈટર નિક જોનસ સાથે અભિનેત્રી પ્રિયંકા ચોપડાના લગ્ન વર્ષના સૌથી મોટા લગ્ન કહેવામાં આવી રહ્યા છે. સૌથી મોટા લગ્નની તૈયારીઓ અમેરિકામાં શરૂ પણ થઈ ચૂકી છે. હાલમાં જ પ્રિયંકાના નજીકના દોસ્તોએ તેના માટે બ્રાઈડલ શાવરનું આયોજન કર્યુ હતુ જેમાં પ્રિયંકાની મા અને ભાવિ સાસુ બંને શામેલ થયા હતા. આ પાર્ટીમાં પ્રિયંકાએ માત્ર પોતાની મા નહિ પરંતુ પોતાની ભાવિ સાસુ સાથે પણ ખૂબ ઠુમકા લગાવ્યા.

આ પણ વાંચોઃ Bigg Boss 12: અનુપ જલોટાનો ખુલાસો, જસલીન ગર્લફ્રેન્ડ નથી, આ બધુ બિગ બોસનું પ્લાનિંગ!આ પણ વાંચોઃ Bigg Boss 12: અનુપ જલોટાનો ખુલાસો, જસલીન ગર્લફ્રેન્ડ નથી, આ બધુ બિગ બોસનું પ્લાનિંગ!

મા અને ભાવિ સાસુ સાથે ખૂબ નાચી પ્રિયંકા ચોપડા

મા અને ભાવિ સાસુ સાથે ખૂબ નાચી પ્રિયંકા ચોપડા

પ્રિયંકા ચોપડાએ ન્યૂયોર્કમાં આયોજિત પોતાના બ્રાઈડલ શાવરમાં કેટલી મઝા કરી તે ફોટા પરથી દેખાઈ રહ્યુ છે. તેણે શાવરમાંથી કેટલાક ફોટા ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને લખ્યુ, ‘પ્રેમ, ખુશી અને અદભૂત મહિલાઓ... અને અમુક સ્પેશિયલ જેન્ટમેન (શું સરપ્રાઈઝ હતુ).' આવુ બ્રાઈડલ શાવર આપવા માટે આભાર મુબિના રેટોન્સે અને મંજૂલા આચાર્ય. મારા અદભૂત દોસ્ત અને પરિવાર, મને આટલુ વિશેષ અનુભવ કરાવવા માટે આભાર. અને આભાર ટિફિની.'

બ્રાઈડલ શાવરમાં પહોંચ્યા હોલિવુડ સેલિબ્રિટી

બ્રાઈડલ શાવરમાં પહોંચ્યા હોલિવુડ સેલિબ્રિટી

પ્રિયંકાના બ્રાઈડલ શાવરમાં માત્ર તેના ખાસ દોસ્ત જ નહિ પરંતુ તેની મા અને ભાવિ સાસુ પણ પહોંચ્યા હતા. પ્રિયંકાનો પોતાની મા મધુ અને ભાવિ સાસુ ડીનિઝ સાથે નાચતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે. નિકની મા ઉપરાંત પ્રિયંકાની ભાવિ ભાભી પણમ પોતાની દીકરી સાથે પહોંચી. આ શાવરમાં હોલિવુડ સેલિબ્રિટી કેલી રીપા પણ જોવા મળી. પોતાના બ્રાઈડલ શાવરમાં પ્રિયંકાએ સફેદ રંગનું ફેધર માર્ચેસા ગાઉન પહેર્યુ હતુ જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. આ સફેદ સ્ટ્રેપલેસ ગાઉન સાથે તેણે ટિફનીના હીરાનો નેકલેસ પણ પહેર્યો હતો.

જોધપુરમાં આ દિવસે થશે 'Nickyanka' ના લગ્ન

જોધપુરમાં આ દિવસે થશે 'Nickyanka' ના લગ્ન

પ્રિયંકા અને નિક જોધપુરના ઉમેદ ભવન પેલેસમાં સંપૂર્ણ રજવાડી સ્ટાઈલમાં લગ્ન કરશે. બંનેના લગ્નનો કાર્યક્રમ 30 નવેમ્બરથી 2 ડિસેમ્બર વચ્ચે ચાલશે. 2 ડિસેમ્બરે સાત ફેરાની રસમ થશે. કહેવાઈ રહ્યુ છે કે પ્રિયંકાના લગ્ન ખૂબ ધામધૂમથી થવાના છે અને તેમાં લગભગ 200 મહેમાનો આવવાની અપેક્ષા છે. જો કે દીપિકા-રણવીરની જેમ પ્રિયંકાએ હજુ સુધી પોતાના લગ્નની તારીખ કન્ફર્મ નથી કરી.

આ પણ વાંચોઃ મલાઈકા સાથે આવતા વર્ષે સાત ફેરા લઈ શકે છે અજૂન કપૂર!આ પણ વાંચોઃ મલાઈકા સાથે આવતા વર્ષે સાત ફેરા લઈ શકે છે અજૂન કપૂર!

English summary
Priyanka Chopra Dances With Mother And Would Be Mother-in-law In Her Bridal Shower In New York
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X