જ્હૉનની આયટમ ગર્લ નથી બની રહી પ્રિયંકા
મુંબઈ, 30 ઑક્ટોબર : હા જી, આપે સાચુ વાંચ્યું. એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાએ આખરે આ વાત સ્પષ્ટ રીતે કહી જ દીધી. છેલલાં કેટલાંક દિવસથી અફવાહો ચાલી રહી હતી કે પ્રિયંકા ચોપરા જૉહ્ન અબ્રાહમની શૂટઆઉટ એટ વાડલા ફિલ્મમાં આયટમ ગર્લ બની છે, પરંતુ આ તમામ અફવાહો ઉપર પૂર્ણવિરામ મૂકતાં પ્રિયંકાએ સ્પષ્ટ રીતે જણાવી દીધું છે કે તે જ્હૉનની ફિલ્મમાં આયટમ નથી કરી રહી અને આ તમામ સમાચારો ખોટાં છે.

મીડિયા સાથે વાત કરતાં ત્રીસ વર્ષીય એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાએ જણાવ્યું - ના, હું હાલ પોતાની ફિલ્મો છોડી બીજા કોઈની ફિલ્મમાં કોઈ સૉંગ નથી કરી રહી.
આ વાત પ્રિયંકાએ તાજેતરમાં જ પીપલ્સ ચૉઇસ એવૉર્ડ ફંક્શન દરમિયાન જણાવી. સાથે જ તેણે જણાવ્યું કે તે પહેલી વાર એકતા કપૂરની મિલન ટૉકીઝ ફિલ્મ સાઇન કરી રહી છે.
પ્રિયંકા એકતા સાથ કામ કરવા અંગે બહુ જ ઉત્સાહિત છે. પોતાની આ ફિલ્મ અંગે તેણે વધુ ખુલાસો તો ના કર્યો, પરંતુ એટલું જણાવ્યું કે એકતા કપૂર સાથે કામ કરવામાં બહુ મજા આવશે. પ્રિયંકાએ જણાવ્યું - મિલન ટૉકીઝ એકતા કપૂર સાથે મારી પ્રથમ ફિલ્મ હશે. હાલ તો અમે ડેટ્સ અંગે ચર્ચા કરી રહ્યાં છીએ અને આશા છે કે તમામ બાબતો જલ્દીથી ફાઇનલ થઈ જશે. હાલ મિલન ટૉકીઝ અંગે વાત કરવી બહુ વહેલું ગણાશે. અત્યારે હું ક્રિશ 3 ફિલ્મનું શુટિંગ ખતમ કરવાની છું અને પછી હું જંઝીર ફિલ્મની રીમેકનું શુટિંગ કરીશ. તેના પછી મિલન ટૉકીઝ તેમજ ગુંડે ફિલ્મનું શુટિંગ શરૂ થઈ શકશે.












Click it and Unblock the Notifications
