Priyanka Chopra : બ્લેક બોલ્ડ અવતારમાં ન્યુયોર્કની ગલીઓમાં ધમાલ કરતી જોવા મળી દેશી ગર્લ, જુઓ ફોટો
Priyanka Chopra : બોલિવૂડથી હોલિવૂડ પહોંચેલી દેશી ગર્લ પ્રિયંકા ચોપરા આ દિવસોમાં વિદેશની ગલીઓમાં તેની ખૂબસૂરતી ફેલાવી રહી છે.
હાલમાં જ પ્રિયંકા ચોપરાએ તેના ઈન્સ્ટાગ્રામ પર તેના કેટલાક લેટેસ્ટ ફોટો અપલોડ કર્યા છે. આ ફોટોમાં દેશી ગર્લનો વિદેશી ધરતી પર હોટ અવતાર જોવા મળી રહ્યો છે.

હાલમાં જ પ્રિયંકા ચોપરા ન્યૂયોર્કમાં એક કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચી હતી. આ દરમિયાન તેના લુકે મહેફિલ લૂંટી લીધી. દેશી ગર્લે પોતે આ ઇવેન્ટના ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે.
પ્રિયંકા ચોપરાના આ ફોટો ન્યૂયોર્ક શહેરમાં આયોજિત કેરિંગ ફાઉન્ડેશનના કેરિંગ ફોર વુમન ડિનરના છે. તેણે આ ઈવેન્ટને ઘણા હાઈ-પ્રોફાઈલ સેલિબ્રિટી સાથે હોસ્ટ કરી હતી.
આ દરમિયાન પ્રિયંકા બ્લેક સેમી નેટ બોડીકોન ડ્રેશ પહેરીને તેના વિદેશી અવતારને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. પ્રિયંકા ચોપરાએ મેચિંગ હીલ્સ, ખુલ્લા વાળ અને હાથમાં બ્રેસલેટ પહેરીને પોતાનો હોટ લુક પુર્ણ કર્યો હતો.
પ્રિયંકાએ પોતે શેર કરેલા ફોટોમાં તે ફોટોશૂટ દરમિયાન શાનદાર પોઝ આપતી જોવા મળી રહી છે. ફોટોમાં પ્રિયંકા નાઓમી વોટ્સ અને જુલિયન મૂર પોઝ આપતી જોવા મળી રહી છે.
અન્ય ફોટામાં તે સલમા હાયેક, કેરી વોશિંગ્ટન, કિમ કાર્દાશિયન અને અન્ય ઘણી સુંદરીઓ સાથે પોઝ આપી રહી છે. આ પોસ્ટ સાથે પ્રિયંકાએ લખ્યું છે કે, જૂના અને નવા મિત્રો સાથે ખૂબ જ અર્થપૂર્ણ સાંજ પસાર કરવા માટે એક તોફાની સફર. ધ કેરિંગ ફોર વુમન ડિનર, તેના ત્રીજા વર્ષમાં, તેના યજમાનોની જેમ અદ્ભુત હતું.












Click it and Unblock the Notifications
