For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

‘મે ક્યારેય વિચાર્યુ નહોતુ કે નિક જોનસ સાથે મારા લગ્ન થઈ જશે': પ્રિયંકા ચોપડા

પ્રિયંકા ચોપડા ‘વિમન ઈન ધ વર્લ્ડ સમિટ' માં પહોંચી તો તેણે નિક સાથે પોતાના લગ્ન અને રોમાંસ વિશે ઘણી વાતો કરી.

|
Google Oneindia Gujarati News

પ્રિયંકા ચોપડા અને નિક જોનસના લગ્ન 2018ના સૌથી ચર્ચિત સમાચારોમાં શામેલ રહ્યા. ત્યારબાદ પ્રિયંકા અને નિક ઘણીવાર પોતાના ફોટા શેર કરે છે જેને ફેન્સ ખૂબ પસંદ પણ કરે છે. હાલમાં જ જ્યારે પ્રિયંકા ચોપડા 'વિમન ઈન ધ વર્લ્ડ સમિટ' માં પહોંચી તો તેણે નિક સાથે પોતાના લગ્ન અને રોમાંસ વિશે ઘણી વાતો કરી.

આ મારી જ ભૂલ હતી

આ મારી જ ભૂલ હતી

પ્રિયંકાએ કહ્યુ કે મને લાગતુ નહોતુ કે નિક સાથે મારા લગ્ન થઈ જશે. હું નિકને 2 વર્ષથી જાણુ છુ. મને કોઈ અંદાજો નહોતો કે જે થયુ છે તે થશે. લાગે છે આ મારી જ ભૂલ હતી. હું પુસ્તકના કવરથી તેનો અંદાજો લગાવી રહી હતી.

નિક અને પોતાના રોમાંસ પર વાત કરી

નિક અને પોતાના રોમાંસ પર વાત કરી

નિક અને પોતાના રોમાંસ પર વાત કરતા પ્રિયંકાએ એક ઘટનાનો ઉલ્લેખ કર્યો. તેમણે જણાવ્યુ કે તે એકવાર દોસ્તો સાથે નાઈટ આઉટનો પ્લાન બનાવી રહ્યા હતા જ્યારે આગલા દિવસની સવારે તેની (પ્રિયંકાને) જરૂરી મીટિંગ હતી. જ્યારે નિકને આ વાત ખબર પડી તો તેમણે કહ્યુ કે, ‘હું એ લોકોમાંથી નથી જે તને કામ કેન્સલ કરવાનું કહેશે કારણકે મને ખબર છે કે તુ જ્યાં છો તેને માટે તુ કેટલી મહેનત કરે છે. હું દોસ્તો સાથે જઈ રહ્યો છુ પરંતુ અમે તારી રાહ જોઈશુ, તુ તારી મીટિંગ ખતમ કરીને આવી જા.'

નિકે મને શ્રેય આપ્યો

નિકે મને શ્રેય આપ્યો

પ્રિયંકાએ આગળ કહ્યુ, ‘મે જે પણ મેળવ્યુ છે તેના માટે નિકે મને શ્રેય આપ્યો છે. એ મારા માટે મોટી વાત હતી. મારી સાથે આવો વ્યવહાર પહેલા કોઈએ નહોતો કર્યો.'

<strong>આ પણ વાંચોઃ પહેલી વાર બ્રિટિશ રાજદૂતે જલિયાવાલા બાગમાં આપી શ્રદ્ધાંજલિ, હત્યાકાંડને ગણાવી શરમજનક પળ</strong>આ પણ વાંચોઃ પહેલી વાર બ્રિટિશ રાજદૂતે જલિયાવાલા બાગમાં આપી શ્રદ્ધાંજલિ, હત્યાકાંડને ગણાવી શરમજનક પળ

English summary
Priyanka Chopra admitted during her panel discussion that she didn’t really think she would end up marrying Nick Jonas.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X