Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

શોમાં ઢગલો મરચુ ખાધા પછી લપસી ગઈ પ્રિયંકાની જીભ, નિક વિશે આ બોલી ગઈ

બોલિવુડ અને હોલિવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપડા પોતાની ફિલ્મની રિલીઝ બાદ એક ચેટ શોમાં જોવા મળી. ધ ટુનાઈટ સ્ટારિંગ જિમ્મી ફાલ્લાન નામના આ શોમાં પ્રિયંકાએ બહુ મસ્તી કરી.

બોલિવુડ અને હોલિવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપડા પોતાની ફિલ્મની રિલીઝ બાદ એક ચેટ શોમાં જોવા મળી. ધ ટુનાઈટ સ્ટારિંગ જિમ્મી ફાલ્લાન નામના આ શોમાં પ્રિયંકાએ બહુ મસ્તી કરી. એટલુ જ નહિ તેણે આ શોમાં ઢગલો મરચુ પણ ખઈ લીધુ. જેનાથી તેની આંખોમાંથી આંસુ નીકળવા લાગ્યા. આના કારણે તે કંઈ બોલી પણ નહોતી શકતી.

તીખી ચિકન વિંગ્ઝ ચેલેન્જ ‘હૉટ વન'

તીખી ચિકન વિંગ્ઝ ચેલેન્જ ‘હૉટ વન'

ત્યારે શો દરમિયાન પ્રિયંકાએ તીખી ચિકન વિંગ્ઝ ચેલેન્જ ‘હૉટ વન' એક્સેપ્ટ કરી લીધી. આ ચેલેન્જમાં પ્રિયંકાને દરેક ચિકન વિંગ ખાવા પર એક સવાલનો જવાબ આપવાનો હતો. વિંગમાં અલગ અલગ પ્રકારના મરચા નાખવામાં આવ્યા હતા. પ્રિયકાની હાલત મરચુ ખઈને ખરાબ થઈ રહી હતી ત્યારે તેના પતિ નિક જોનસ વિશે સવાલ પૂછવામાં આવ્યો.

ટાસ્ક પૂરો કરવો ઘણો મુશ્કેલ

સવાલના જવાબમાં પ્રિયંકાએ કહ્યુ, મે તેમને કહ્યુ હતુ કે, ‘તમારે પણ આ ભારતીયો માટે કરવુ જોઈએ. હવે તમારા લગ્ન મારી સાથે નહિ, આખા દેશ સાથે થયા છે.' પ્રિયંકાને ટાસ્ક પૂરુ કરવુ ઘણુ મુશ્કેલ લાગી રહ્યુ હતુ તેમછતાં તેણે એને પૂરુ કરી લીધુ. પ્રિયંકાએ નિક વિશે પૂછાયેલ સવાલનો જવાબ પણ સી સી કરતા આપ્યો.

ફોટા પણ કર્યા શેર

ફોટા પણ કર્યા શેર

પ્રિયંકાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર શોના અમુક ફોટા પણ શેર કર્યા છે. જેના કેપ્શનમાં તેણે લખ્યુ છે, ‘ટૉકિંગ, ધ સ્કાઈ ઈઝ પિંક (આફ્ટર હૉટ વન વિંગ્ઝ) હૉટ સૉસ જેલાપીનો...થી 400 ગણુ વધુ તીખુ. આને ઘરે બિલકુલ ટ્રાય ના કરતા.' આમાંથી એક ફોટામાં તેમને વિંગ્ઝ ખાતા જોઈ શકાય છે.

ધ સ્કાઈ ઈઝ પિંક

ધ સ્કાઈ ઈઝ પિંક

તમને જણાવી દઈએ કે પ્રિયંકાએ લગભગ ત્રણ વર્ષ બાદ ધ સ્કાઈ ઈઝ પિંક ફિલ્મ સાથે બોલિવુડમાં કમબેક કર્યુ છે. તેની ફિલ્મ 11 ઓક્ટોબરે રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં ફરહાન અખ્તર અને ઝાયરા વસીમ છે. ફિલ્મમાં બધા અભિનેતાઓની એક્ટિંગને લોકોએ ખૂબ પસંદ કરી છે. આ વિશે લોકોની પ્રતિક્રિયા પણ ઘણી સારી આવી રહી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X