પપ્પાના આરોગ્યની ચિંતામાં ડાયલૉગ ભુલ્યાં પ્રિયંકા
મુંબઈ, 26 ડિસેમ્બર : બૉલીવુડના સૌથી સ્ટાઇલિશ અને કાયમ વેલ ડ્રેસ્ડ રહેતાં પ્રિયંકા ચોપરા આજકાલ થોડાંક પરેશાન છે, કારણ કે તેમના પિતા લેફ્ટેનેંટ કર્નલ અશોક ચોપરાની તબીયત સારી નથી. તેથી જ પ્રિયંકા શુટિંગ દરમિયાન ડાયલૉગ સુદ્ધા ભુલી જાય છે.
તાજેતરમાં જ જંઝીર ફિલ્મના શુટિંગ દરમિયાન સંજય દત્ત સામે રોલ કરતી વખતે પ્રિયંકા પોતાનો ડાયલૉગ ભુલી ગયાં. જોત-જોતામાં તેમની આંખોમાંથી આંસુ સરી પડ્યાં અને તેઓ શુટિંગ છોડી એક બાજુ જઈ બેઠાં. ત્યાં ઉપસ્થિત લોકોએ પુછ્યું, તો તેઓ બોલ્યાં કે તેઓ થોડા પરેશાન છે પોતાના પપ્પાના આરોગ્યને લઈને. પ્રિયંકાની પરેશાની કોઈ પણ વ્યક્તિ સમજી શકે છે.
દરેક પરિસ્થિતિમાં સ્મિત ફરકાવનાર પ્રિયંકાએ હાલ એક ટૅટુ પણ લગાવી રાખ્યું છે. તેઓ માને છે કે તેથી તેમનું મગજ શાંત રહેશે અને તેઓ કામ ઉપર ધ્યાન આપી શકશે. થોડાંક વરસ અગાઉ તેમના પિતા ગંભીર રીતે માંદા પડ્યા હતાં. પ્રિયંકાના ફૅન્સ તરફથી વનઇન્ડિયા પણ ઈશ્વરને વિનવે છે કે પ્રિયંકાના પપ્પા જલ્દીથી સાજા થઈ જાય અને ડૅડીઝ લિટલ બી એટલે કે પ્રિયંકાની સફળતા ઉપર કાયમ હસતા રહે.