પ્રિયંકા ચોપડાની Adult હોલિવુડ ફિલ્મ નહી થાય થિયેટરોમાં રિલીઝ, ચોંકાવનારો નિર્ણય

પ્રિયંકા ચોપડાની હોલિવુડ ફિલ્મ ‘ઈઝન્ટ ઈટ રોમેન્ટિક' ની રિલીઝ અંગે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

પ્રિયંકા ચોપડાની હોલિવુડ ફિલ્મ 'ઈઝન્ટ ઈટ રોમેન્ટિક' ની રિલીઝ અંગે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલમાં જ આ ફિલ્મના શૂટિંગના અમુક ફોટા રિલીઝ થયા હતા. જ્યાં પ્રિયંકા ઘણા બોલ્ડ સીનના શૂટિંગ કરતા જોવા મળી હતી. આ ફિલ્મને ભારતમાં થિયેટરોમાં રિલીઝ કરવામાં નહિ આવે. એક નિવેદન મુજબ આ રોમેન્ટિક કોમેડી ફિલ્મને નેટફ્લિક્સ પર રિલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આનુ પ્રીમિયર 28 ફેબ્રુઆરીએ ભારતમાં થશે.

પ્રિયંકાને નિરાશ કરી શકે

પ્રિયંકાને નિરાશ કરી શકે

તમને જણાવી દઈએ કે ડિસેમ્બરમાં પ્રિયંકાના લગ્ન નિક જોનસ સાથે થયા. ત્યારબાદ તે હવે પોતાનું હનીમુન પૂરુ કરીને આ ફિલ્મના પ્રમોશનમાં જોડાઈ ગઈ છે. પ્રિયંકા લાંબા સમયથી બોલિવુડથી દૂર હોલિવુડની ફિલ્મે અને ટીવી શોનો હિસ્સો બની ગઈ છે. પ્રિયંકાની ઝોળીમાં લાંબા સમયથી કોઈ પણ સુપરહિટ ફિલ્મ આવી નથી. એવામાં થિયેટરમાં રિલીઝ ન થઈને નેટફ્લિક્સ પર ફિલ્મનું રિલીઝ થવુ પ્રિયંકાને નિરાશ કરી શકે છે. શું તમે જાણો છો કે આ વર્ષે કઈ સુપરહિટ વેબ સીરિઝ રિલીઝ થવાની છે. જે તમારા એન્ટરટેઈનમેન્ટને ચાર ગણુ વધારી દેશે.

સેક્રેડ ગેમ્સ

સેક્રેડ ગેમ્સ

નેટફ્લિક્સ પર વર્ષ 2018માં સેક્રેડ ગેમ્સ રિલીઝ થઈ. સૈફ અલી ખાનેને ફિલ્મોથી દૂર આ સીરિઝે એવી સફળતા અપાવી કે એક વાર ફરીથી આ ખાનનું નામ બધાની જીભ પર છવાઈ ગયુ. એટલુ જ નહિ નવાઝુદ્દીન સિદ્દકીએ આ સીરિઝમાં મુંબઈના અંડરવર્લ્ડ ડૉનની ભૂમિકા નિભાવી. ક્રાઈમ અને સેક્સ સીને આ સીરિઝને દર્શકો વચ્ચે એવી લોકપ્રિયતા અપાવી કે હવે 2019માં આનો બીજો પાર્ટ રિલીઝ કરવામાં આવશે.

મિર્ઝાપુર

મિર્ઝાપુર

2018ના અંતમાં મિર્ઝાપુર રિલીઝ કરવામાં આવી. કાલીન ભૈયાની કહાનીએ બધાને ગેંગ ઓફ વાસેપુરની યાદ અપાવી દીધી. એમેઝોન પ્રાઈમ પર આ સીરિઝને એટલી પસંદ કરવામાં આવી કે હવે આ સીરિઝના બીજા ભાગની તૈયારી ચાલી રહી છે. જેને 2019માં રિલીઝ કરવામાં આવશે.

બ્રીથ

બ્રીથ

એમેઝોનના હાલમાં રિલીઝ થયેલ બ્રીથ સીરિઝ પણ લોકોને ઘણી પસંદ આવી હતી. આર માધવન અત્યાર સુધી આ સીરિઝ માટે લોકો પાસેથી અભિનંદન મેળવી રહ્યા છે. આ સીરિઝનો ભાગ 2 પણ જલ્દી આવવાનો છે. આ વખતે આર માધવનની જગ્યા અભિષેક બચ્ચન જોવા મળશે.

ગંદી વાત 2

ગંદી વાત 2

એલટી બાલાજીની આ બોલ્ડ વેબ સીરિઝની ચર્ચા 2018માં પોતાના સેક્સ સીન અંગે રહી. દેશી કહાનીઓમાં સેક્સની શોધ કરતી આ સીરિઝ ગંદી બાત 2 સાથે આ મહિને રિલીઝ થઈ ચૂકી છે.

પંચ બીટ

પંચ બીટ

બિગ બોસ સિઝન 11ની કન્ટેસ્ટન્ટ રહેલ પ્રિયાંક શર્મા વહેલી તકે વેબ સીરિઝ પંચ બીટ દ્વારા પોતાનો ડેબ્યુ કરવા જઈ રહ્યા છે. આ સીરિઝ યંગસ્ટર્સની લાઈફ પર બેઝ્ડ છે. આ સીરિઝ 2018માં રીલિઝ થવાની હતી પરંતુ આને હવે 2019 ફેબ્રુઆરીમાં રીલિઝ કરવામાં આવશે.

ફોરગોટન આર્મી

ફોરગોટન આર્મી

સુભાષચંદ્ર બોઝની ઈન્ડિયન નેશનલ આર્મી પર આધારિત એક વેબ સીરિઝને કબીરખાન ડાયરેક્ટ કરી રહ્યા છે. આ વેબ સીરિઝમાં આઝાદીની લડાઈ દરમિયાન મહિલા અને પુરુષોની કહાનીને બતાવવામાં આવી છે. આ સીરિઝનું શૂટિંગ શરૂ થઈ ગયુ છે. ગયા એક વર્ષથી આ સીરિઝની ચર્ચા છે. એવુ કહેવામાં આવી રહ્યુ છે કે આ વર્ષે આ સીરિઝને લૉન્ચ કરવાની છે.

બાહુબલી

બાહુબલી

બાહુબલીની કરોડોની કમાણી બાદ હવે આ વેબ સીરિઝ તરીકે ધૂમ મચાવવા માટે તૈયાર છે. આ વેબ સીરિઝની પહેલી સિઝનમાં નવ એપિસોડ બતાવવામાં આવશે. વિદ્રોહી છોકરીથી એક બુદ્ધિમાન રાણી બનવાના શિવગામીના સફરને બતાવવામાં આવશે. આ સીરિઝ આનંદ નેલાકાંતનની નોવેલ ધ રાઈઝ ઓફ શિવગામી પર બેઝ્ડ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X