For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રિયંકા ચોપડાએ દિલ્લીના પ્રદૂષણમાં શૂટિંગ કરવાનુ મુશ્કેલ કહેતા લોકોએ કરી ટ્રોલ

પ્રિયંકા ચોપડાએ દિલ્લીના પ્રદૂષણમાં શૂટિંગ મુશ્કેલ હોવાનુ કહેતા લોકોએ ટ્રોલ કરી દીધી.

|
Google Oneindia Gujarati News

બોલિવુડ અને હોલિવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપડા જોનસ પોતાની આવનારી ફિલ્મ ધ વ્હાઈટ ટાઈગરના શૂટિંગ માટે રાજધાની દિલ્લી પહોંચી છે. દિલ્લીવાળાઓની જેમ પ્રિયંકાનો સામનો પણ અહીંના વાયુ પ્રદૂષણ સાથે થયો. ત્યારબાદ પ્રિયંકાએ માસ્ક સાથે ઈન્સ્ટાગ્રામ પર પોતાના એક ફોટો શેર કર્યો છે. આ સેલ્ફીમાં પ્રિયંકાએ વાદળી રંગના માસ્ક સાથે ચશ્મા પહેર્યા છે.

પ્રિયંકાએ દિલ્લીની ખરાબ વાયુ ગુણવત્તા વિશે ચિંતા વ્યક્ત કરી

પ્રિયંકાએ દિલ્લીની ખરાબ વાયુ ગુણવત્તા વિશે ચિંતા વ્યક્ત કરી

આ ફોટાને શેર કરતા પ્રિયંકાએ દિલ્લીની ખરાબ વાયુ ગુણવત્તા વિશે ચિંતા વ્યક્ત કરી છે. તેણે લોકોને બેઘર લોકો વિશે વિચારવા અપીલ કરી છે કે, ‘જેમની પાસે આ સ્થિતિ સામે લડવા માટે ના તો માસ્ક છે અને ના એર પ્યુરીફાયર. ફોટા સાથે કેપ્શનમાં પ્રિયંકાએ લખ્યુ છે, વ્હાઈટ ટાઈગરના શૂટિંગવાળા દિવસે. અહીં આ સમયે શૂટિંગ કરવુ ઘણુ મુશ્કેલ છે. હું આ કલ્પના પણ નથી કરી શકતી કે અહીં લોકો આ સ્થિતિમાં કેવી રીતે રહી રહ્યા છે. બેઘર લોકો માટે દુઆ કરો. બધા સુરક્ષિત રહે.'

ગયા વર્ષે ફરહાને શેર કર્યો હતો ફોટો

આ પહેલા ગયા વર્ષે પણ આ સમયે દિલ્લીમાં વાયુની ગુણવત્તા આવી જ હતી. એ સમયે પ્રિયંકા શોનાલી બોસની ફિલ્મ ધ સ્કાઈ ઈઝ પિંકના શૂટિંગ માટે અહીં આવી હતી. ત્યારે ફરહાન અખ્તરે તેની સાથે માસ્ક પહેરીને ફોટો શેર કર્યો હતો અને વાયુ પ્રદૂષણ માટે ચિંતા વ્યક્ત કરી હતી. પરંતુ આ વખતે પ્રિયંકાને લોકોએ ખૂબ ટ્રોલ કરી છે. લોકોએ પ્રિયંકાને તેની સિગારેટ પીવાની આદત યાદ અપાવી છે. એક યુઝરે કહ્યુ છે, ‘બેઘરો માટે દુઆ માંગવાથી સારુ છે તેમના માટે કંઈ કરો.'

નેટફ્લિક્સની આગામી ફિલ્મમાં દેખાશે પ્રિયંકા

નેટફ્લિક્સની આગામી ફિલ્મમાં દેખાશે પ્રિયંકા

પ્રિયંકાની વાત કરીએ તો તે અરવિંદ ઘોષના પુસ્તક ધ વ્હાઈટ ટાઈગર પર આધારિત નેટફ્લિકસની આગામી ફિલ્મમાં જોવા મળશે. આમાં તેની સાથે અભિનેતા રાજકુમાર રાવ પણ જોવા મળશે. પ્રિયંકા અને રાજકુમાર રાવ પહેલી વાર એક સાથે કામ કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ Birthday: તબ્બુના જન્મદિવસ પર વાયરલ થયા તેના ક્યારેય ન જોયા હોય તેવા હૉટ એન્ડ સેક્સી ફોટા

દિલ્લીમાં પ્રદૂષણ ઘણુ વધી ગયુ

દિલ્લીમાં પ્રદૂષણ ઘણુ વધી ગયુ

દિવાળી બાદથીજ દિલ્લીમાં પ્રદૂષણ ઘણુ વધી ગયુ છે. રવિવારે પ્રદૂષણનુ સ્તર અનેક ગણુ વધી ગયુ હતુ જેના કારણે બધી સ્કૂલોને પણ પાંચ નવેમ્બર સુધી બંધ રાખવામાં આવી છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અનુસાર રવિવાર સાંજે 4 વાગ્યા સુધી દિલ્લીની વાયુ ગુણવત્તા સૂચકાંક 494 હતો જે 6 નવેમ્બર, 2016થી પણ વધુ છે.

English summary
priyanka chopra jonas returned to delhi said this time in pollution its hard to shoot.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X