For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

45 વર્ષની ઉંમરે પ્રિયંકા કરશે આવું કામ, 15 વર્ષ પહેલા થઈ હતી ભવિષ્યવાણી, અત્યાર સુધી બધું સાચું પડ્ય

45 વર્ષની ઉંમરે પ્રિયંકા કરશે આવું કામ, થઈ હતી ભવિષ્યવાણી

|
Google Oneindia Gujarati News

દીપવીરના લગ્ન થઈ ચૂક્યાં હશે અને હવે તેઓ રિસેપ્શન પાર્ટીમાં મસ્જ એન્જોય કરી રહ્યા છે. તેમના બાદ લોકોને વધુ એક મોટાં લગ્નનો ઈંતેજાર છે, આ લગ્ન છે પ્રિયંકા ચોપરા અને નિક જોનસનાં. પ્રિયંકા ચોપરા અને નિક જોનાસનું મહેંદી અને સંગીત ફંક્શન 29 અને 30 ડિસેમ્બરે જોધપુરના મેહરાનગઢ ફોર્ટમાં થશે. તથા 2 ડિસેમ્બરે પ્રિયંકા ચોપરા હિંદુ રીતિરિવાજથી ઉમૈદ ભવન પેલેસમાં લગ્ન કરશે. પ્રિયંકા ચોપરાના લગ્ન બૉલીવુડથી લઈ હૉલીવુડ સુધી સમાચારમાં છે. જો અમે તમને કહીએ કે પ્રિયંકાના આ લગ્નનું એલાન વર્ષો પહેલાં જ થઈ ગયું હતું ... તો તમને વિશ્વાસ આવશે?

45 વર્ષની ઉંમરે પ્રિયંકા કરશે આવું કામ

45 વર્ષની ઉંમરે પ્રિયંકા કરશે આવું કામ

જણાવી દઈએ કે પ્રિયંકા ચોપરાને જ્યારે મિસ વર્લ્ડ ખિતાબથી સન્માનિત કરાઈ હતી ત્યારથી જ તે સમાચારમાં આવી ગઈ હતી. જે બાદ તેમણે શાનદારથી બૉક્સ ઑફિસ પર પણ ધમાલ મચાવી. મશહૂર એસ્ટ્રોલૉજર સંજય બી જુમાનીએ 14 વર્ષ પહેલા 2005માં કહ્યું હતું કે પ્રિયંકા ચોપરા 36 વર્ષની ઉંમરે લગ્ન કરશે. જુમાની બૉલીવુડ સેલેબ્સમાં સૌથી વધુ ચર્ચિત એસ્ટ્રોલોજર છે, અને જુઓ તેમની આ વાત એકદમ સાચી ઠરી. નિકે પ્રિયંકાના 36મા જન્મદિવસ પર જ એને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું.

થઈ હતી ભવિષ્યવાણી

થઈ હતી ભવિષ્યવાણી

એટલું જ નહિં તેમણે જણાવ્યું હતું કે પ્રિયંકા ચોપરા એક સફળ પ્રોડ્યૂસર પણ બનશે અને 45 વર્ષની ઉંમરમાં બૉલીવુડ છોડીને રાજનીતિમાં એન્ટ્રી કરી શકે છે, એટલું જ નહિ તે રાજનીતિમાં પણ સફળતા હાંસલ કરશે. જી હાં, હવે બૉલીવુડ અને હૉલીવુડમાં સફળતા મેળવ્યા બાદ પ્રિયંકા રાજનીતિ તરફ પ્રયાણ કરી શકે છે. બાકી બધી ભવિષ્યવાણી તો સાચી પડી પણ રાજનીતિ વાળી ભવિષ્યવાણીમાં કેટલી સચ્ચાઈ છે તે તો સમય આવ્યે જ ખબર પડશે. આમ જોવા જઈએ તો બૉલીવુડના કેટલાય સ્ટાર્સ પહેલા પણ રાજનીતિ તરફ પ્રયાણ કરી ચૂક્યા છે અને કેટલાય તો જાણીતા રાજનેતા પણ છે. તો ચલો જાણીએ અત્યાર સુધીમાં કયા કયા સ્ટાર્સે રાજકારણમાં નામ કમાયું.

વિનોદ ખન્ના

વિનોદ ખન્ના

દિગ્ગન અભિનેતા વિનોદ ખન્નાએ 1997માં ભાજપ જોઈન કર્યું હતું. જલદી જ તેઓ પાર્ટીના મોટા નેતા તરીકે ઓળખામ બનાવી ચૂક્યા.

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચન

મહાનાયક અમિતાભ બચ્ચને પણ જોરશોરથી પોતાની રાજનૈતિક સફરની શરૂઆત કરી હતી. અમિતાભની રાજીવ ગાંધી સાથે સારી મિત્રતા હતી. જેથી તેમણે કોંગ્રેસ જોઈન કરી હતી. બાદમાં અલ્હાબાદથી હાર્યા બાદ તેમણે રાજનીતિમાંથી હંમેશા માટે સંન્યાસ લઈ લીધો.

રાજેશ ખન્ના

રાજેશ ખન્ના

સુપરસ્ટાર રાજેશ ખન્નાએ કોંગ્રેસ પાર્ટી જોઈન કરી અને 1992થી 1996 સુધી નવી દિલ્હી લોકસભા સીટથી કોંગ્રેસની ટિકિટ પર લોકસભા ચૂંટણી માટે ચૂંટાયા હતા.

ધર્મેન્દ્ર

ધર્મેન્દ્ર

ધર્મેન્દ્રએ ભારતીય જનતા પાર્ટીમાં સામે થઈને રાજનીતિમાં પોતાની એ જ ઓળખ હાંસલ કરી જે તેમને ફિલ્મોથી મળી હતી. એમણે રાજસ્થાનના બીકાનેર સીટથી લોકસભા ચૂંટણી જીતી અને ત્યાંના સાંસદ તરીકે પણ ચૂંટાયા.

રાજ બબ્બર

રાજ બબ્બર

રજ બબ્બર બૉલીવુડની સાથે બૉલીવુડમાં પણ સફળ રહ્યા છે. તેઓ કોંગ્રેસ પાર્ટીના મોટા નેતાઓમાં સામેલ છે. હાલ તેઓ ઉત્તર પ્રદેશના પાર્ટી અધ્યક્ષ છે.

હેમા માલિની

હેમા માલિની

હેમા માલિનીએ ફિલ્મો બા રાજનીતિમાં ભાગ લીધો. તેઓ વિનોદ ખન્ના માટે પ્રચાર કરતી વખતે પહેલીવાર રાજનીતિમાં ઉતર્યાં હતાં. ઉચ્ચ સદનમામં રાજ્યસભાના સભ્ય રહીચૂક્યાં છે.

ગોવિંદા

ગોવિંદા

એક્ટિંગમાં કરિયર ડૂબતું જોઈ ગોવિંદાએ રાજનીતિમાં કૂદકો લગાવ્યો હતો. ગોવિંદાએ વર્ષ 2004માં કોંગ્રેસ પાર્ટી જોઈન કરી અને 5 વર્ષો સુધ જોડાયેલા રહ્યો. જો કે બાદમાં કંઈ ખાસ ન કરી શકતાં 2009માં તેમણે રાજનીતિમાંથી સન્યાસ લઈ લીધો હતો.

જયા બચ્ચન

જયા બચ્ચન

બૉલીવુડની સુપરસ્ટાર એક્ટ્રેસ જયા બચ્ચને ઉત્તર પ્રદેશની સમાજવાદી પાર્ટી જોઈન કરી અને લાંબા સમય સુધી પાર્ટી સાથે જોડાયેલ રહ્યા બાદ રાજ્યસભાના સભ્ય તરીકે રાજ્યસભામાં એન્ટ્રી લીધી હતી.

જયાપ્રદા

જયાપ્રદા

જયાપ્રદાએ 1994માં પોતાના નજીકના મિત્રો એનટી રામારાવના કહેવા પર તેલુગુ દેશમ પાર્ટી જોઈન કરી. જે બાદ એમણે સમાજવાદી પાર્ટી જોઈન કરી અને ભારે મતોથી રામપુર વિધાનસભા ચૂંટણી પણ જીતી.

શત્રુઘ્ન સિન્હા

શત્રુઘ્ન સિન્હા

શત્રુઘ્ન સિન્હાએ 80ના દશકામાં ભારતીય જનતા પાર્ટી જોઈન કરી. અટલ બિહારી વાજપેયીની સરકારમાં તેઓ મંત્રી પણ રહ્યા.

કોમામાં ગયેલી પુત્રીને મળવા નથી દેતા જમાઈ, મૌસમીએ ખખડાવ્યો કોર્ટનો દરવાજોકોમામાં ગયેલી પુત્રીને મળવા નથી દેતા જમાઈ, મૌસમીએ ખખડાવ્યો કોર્ટનો દરવાજો

English summary
Priyanka Chopra may join politics predicted 15 years ago.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X