10 વર્ષ નાના યુવક સાથે પ્રિયંકાનું લિવ-ઈન, જાણો આવા બીજા બોલિવુડ કપલ
આંતરરાષ્ટ્રીય સ્ટાર બની ચૂકેલી પ્રિયંકા ચોપડા હંમેશા પોતાની કેરિયર અંગે ચર્ચામાં રહે છે. હાલમાં જ તે કોઈ ફિલ્મને કારણે નહિ પરંતુ પોતાની લવ લાઈફ માટે લાઈમલાઈટમાં છે.
આંતરરાષ્ટ્રીય સ્ટાર બની ચૂકેલી પ્રિયંકા ચોપડા હંમેશા પોતાની કેરિયર અંગે ચર્ચામાં રહે છે. હાલમાં જ તે કોઈ ફિલ્મને કારણે નહિ પરંતુ પોતાની લવ લાઈફ માટે લાઈમલાઈટમાં છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર પ્રિયંકા ચોપડા સાથે હોલિવુડ સ્ટાર નિક જોન્સની 'કોઝી' ફોટો સામે આવ્યા બાદ આ બંનેના અફેરની તગડી અફવાઓ ઉડવાનું શરૂ થઈ ગયુ છે. એમ પણ કહેવામાં આવી રહ્યુ છે કે આ બંને ઘણી જગ્યાઓએ સાથે જોવા મળે છે.

હું પ્રિયંકાનો મુકાબલો ન કરી શકુ
હાલમાં જ એવા સમાચાર પણ આવી રહ્યા છે કે પ્રિયંકા પોતાના કથિત બોયફ્રેન્ડ નિક સાથે લિવ ઈનમાં રહે છે. બીજી તરફ પ્રિયંકા ચોપડાના કારણે નિક જોન્સની પૂર્વ ગર્લફ્રેન્ડ ડેલ્ટાનું દિલ તૂટી ગયુ છે. અમેરિકી સિંગર નિક જોન્સ સાથે પ્રિયંકાના અફેરની ચર્ચાઓના કારણે ડેલ્ટા દુઃખી છે. નિક અને ડેલ્ટા 2011 માં એકબીજા સાથે રિલેશનમાં હતા પરંતુ 2012 માં બંને વચ્ચે અંતર આવી ગયુ હતુ. પ્રિયંકા વિશે ડેલ્ટાએ કહ્યુ કે, "હું પ્રિયંકાનો મુકાબલો ન કરી શકુ કારણકે તેની પાસે પ્રિન્સ હેરીની પત્ની મેઘન મર્કેલ જેવા દોસ્ત છે. તેનું પોતાનું સ્ટારડમ છે."
આશ્ચર્યની વાત એ છે કે બંનેની ઉંમરમાં ઘણો તફાવત છે. પ્રિયંકા ચોપડા નિક જોન્સથી લગભગ 10 વર્ષ મોટી છે. ફોટામાં નિક પ્રિયંકા સામે બાળક લાગે છે. બે સેલિબ્રિટી કપલ વચ્ચે ઉંમરનો આટલો મોટો તફાવત હોય તેવુ આ પહેલી વાર નથી. પહેલા પણ બોલિવુડમાં એવા કપલ જોવા મળ્યા છે કે જે એકબીજા સાથે પરફેક્ટ કપલ લાગે છે. આગળ વાંચો બોલિવુડના આવા કપલ્સ વિશે અને જાણો તેમની વચ્ચે ઉંમરનો કેટલો તફાવત છે.

મિલિંદ સોમન - અંકિતા કંવર
મિલિંદ સોમન અને અંકિતા કંવરની ઉંમરમાં 25 વર્ષનું અંતર છે.

નેહા ધૂપિયા - અંગદ બેદી
આ બંને વચ્ચે ઉંમરનો તફાવત તો વધુ નથી પરંતુ નેહા ધૂપિયા અંગદથી 2 વર્ષ મોટી હોવાના કારણે ટ્રોલ થઈ હતી.

આમિર ખાન - કિરણ રાવ
આ બંને વચ્ચે 9 વર્ષનું અંતર છે. કિરણ રાવ આમિરથી 9 વર્ષ નાની છે.

શાહિદ કપૂર - મીરા રાજપૂત
શાહિદ કપૂરે 13 વર્ષ નાની મીરા રાજપૂત સાથે લગ્ન કર્યા છે.

સૈફ અલી ખાન - કરીના કપૂર
સૈફ અલી ખાન અને કરીના કપૂર વચ્ચે 10 વર્ષનું અંતર છે.

રિતેશ દેશમુખ - જેનિલિયા ડિસૂઝા
બોલિવુડની આ સુપર ક્યુટ જોડી વચ્ચે 9 વર્ષનું અંતર છે.

ધર્મેન્દ્ર અને હેમા
ધર્મેન્દ્ર અને હેમા માલિની વચ્ચે 13 વર્ષનું અંતર છે.

સાયરા બાનુ - દિલીપ કુમાર
સાયરા બાનુ અને દિલીપ કુમાર વચ્ચે 22 વર્ષનું અંતર છે.

શ્રીદેવી અને બોની કપૂર
જ્યારે શ્રીદેવી બોની કપૂરને ડેટ કરી રહી હતી ત્યારે તે પહેલેથી જ પરણેલા હતા. બોની કપૂર શ્રીદેવીથી 8 વર્ષ મોટા છે.

સંજય દત્ત - માન્યતા દત્ત
માન્યતા દત્ત સંજયથી ઉંમરમાં 19 વર્ષ નાની છે. સંજયનો પરિવાર આ સંબંધથી નારાજ હતો. લગ્ન પહેલા સંજય અને માન્યતાએ 9 વર્ષ એકબીજાને ડેટ કર્યા હતા.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત





Click it and Unblock the Notifications
