ઑસ્કર પાર્ટીમાં પ્રિયંકા ચોપડા-નિક જોનસનો જલવો, PICS વાયરલ
સોમવારે યોજાયેલ ઑસ્કર પાર્ટીમાં પ્રિયંકા ચોપડા અને નિક જોનસ પણ શામેલ થયા. આ દરમિયાન બંને જબરદસ્ત અંદાજમાં જોવા મળ્યા.
સોમવારે યોજાયેલ ઑસ્કર પાર્ટીમાં પ્રિયંકા ચોપડા અને નિક જોનસ પણ શામેલ થયા. આ દરમિયાન બંને જબરદસ્ત અંદાજમાં જોવા મળ્યા. બંને એકબીજા સાથે મજેદાર અંદાજમાં મીડિયાને પોઝ આપ્યા. એમાં કોઈ શક નથી કે આ કપલ પાર્ટીમાં છવાઈ ગયુ. પાર્ટીમાંથી બંનેના ઘણા ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયા છે. આમાં બંને બહુ ક્યુટ લાગી રહ્યા છે. નિકે પણ અમુક ફોટા ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે.

She makes me smile
ફેન્સ પણ આ ફોટાને ખૂબ પસંદ કરી રહ્યા છે. નિકે ફોટો શેર કરતા લખ્યુ, "She makes me smile''.. વળી, પ્રિયંકાએ ફોટો પોસ્ટ કરતા લખ્યુ, "Funniest guy I know.." તમને જણાવી દઈએ કે પ્રિયંકા અને નિક માટે આ પાર્ટી ઘણી ખાસ હતી કારણકે 2017માં આ પાર્ટી દરમિયાન બંનેની પહેલી મુલાકાત થઈ હતી.

પ્રિયંકા ચોપડા
પ્રિયંકા ચોપડા આ પહેલા વર્ષ 2016માં ઑસ્કરમાં ડેબ્યુ કરી ચૂકી છે. ત્યારે પ્રિયંકાએ પ્રેઝન્ટર તરીકે ભાગ લીધો હતો.

નિકે યાદ કરી પહેલી મુલાકાત
પહેલી મુલાકાત યાદ કરતા નિકે વૉગને જણાવ્યુ, મે મારુ ડ્રિંક નીચે મૂક્યુ અને પ્રિયંકાને જોવા લાગ્યો. થોડી વાર પછી પોતાના ઘૂંટણ પર બેઠો અને પ્રિયંકાને કહ્યુ, શું તમે ખરેખર છો? જો છો તો અત્યાર સુધી ક્યાં હતા?

આવી રીતે થઈ શરૂઆત
આના થોડા મહિનાઓ બાદ તે મેટ ગાલામાં સાથે રેડ કાર્પેટ પર જોવા મળ્યા હતા. તે વખતે બંનેમાં થોડી ઘણી વાતો શરૂ થઈ ચૂકી હતી.

2018માં લગ્ન
પ્રિયંકા અને નિકએ 2018 ડિસેમ્બરમાં જોધપુરના ઉમેદ ભવન પેલેસમાં લગ્ન કર્યા. બંનેએ ક્રિશ્ચિયન અને હિંદુ રીતિ રિવાજો સાથે લગ્ન કર્યા છે.

પરફેક્ટ કપલ
પ્રિયંકા અને નિક ઘણીવાર સોશિયલ મીડિયા પર એકબીજાને પ્રેમ કરતા જોવા મળી રહ્યા છે. ફેન્સ પણ તેમને ઘણા પસંદ કરે છે.

કૉફી વિથ કરણમાં પ્રિયંકા
કરણ જોહરના શો કૉફી વિથ કરણમાં પ્રિયંકાને ચોપડાએ કહ્યુ હા મને પોતાના પતિને PDA કરવુ ખૂબ પસંદ છે. We are PDA times 10..












Click it and Unblock the Notifications
