પ્રિયંકા ચોપડા અને નિકના લગ્નના વાયરલ ફોટા, આટલા માટે છે ખાસ

પ્રિયંકા ચોપડા અને તેના પતિ નિક જોનસના લગ્નના ફોટા સામે આવ્યા છે. બંનેના લગ્નના ફોટા પીપલ મેગેઝીને જાહેર કર્યા છે.

પ્રિયંકા ચોપડા અને તેના પતિ નિક જોનસના લગ્નના ફોટા સામે આવ્યા છે. બંનેના લગ્નના ફોટા પીપલ મેગેઝીને જાહેર કર્યા છે. જણાવવામાં આવ્યુ છે કે પ્રિયંકા અને નિકે પીપલ મેગેઝીનને પોતાના લગ્નના ફોટા કરોડોમાં વેચ્યા હતા એટલા માટે તેમને જ આ ફોટા લેવાની પરવાનગી હતી. પ્રિયંકા ચોપડા અને નિકે જોધપુરમાં એક ડિસેમ્બરે હિંદુ રસમો અને 2 ડિસેમ્બરે ઈસાઈ રીત રિવાજથી લગ્ન કર્યા છે.

પહેલી વાર દેખાયા ફોટા

પહેલી વાર દેખાયા ફોટા

પ્રિયંકા અને નિકના લગ્નમાં મહેમાનોને મોબાઈલ પર પણ ફોટા પાડવાન મનાઈ હતી. લોકોને લગ્નના ફોટાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. મંગળવારે પીપલ મેગેઝીને ફોટા જાહેર કરીને આતુરતાનો અંત લાવી દીધો છે. જોધપુરના ઉમેદભવન પેલેસમાં બંનેના લગ્ન થયા હતા.

દિલ્હીમાં યોજાયુ રિસેપ્શન

દિલ્હીમાં યોજાયુ રિસેપ્શન

પ્રિયંકા અને નિકનું મંગળવારે દિલ્હીના તાજ પેલેસમાં રિસેપ્શન યોજાઈ ગયુ. પ્રિયંકા અને નિકના દોસ્તો સહિત દેશના પ્રધાનમંત્રી પણ નવદંપત્તિને લગ્નની શુભકામનાઓ પાઠવવા પહોંચ્યા હતા.

સસરાએ કર્યુ પ્રિયંકાનું સ્વાગત

સસરાએ કર્યુ પ્રિયંકાનું સ્વાગત

પ્રિયંકાના સસરાએ તેમનું પોતાના પરિવારમાં સ્વાગત કર્યુ છે. પ્રિયંકાના સસરા પૉલ કેવિન જોનસ એક ધાર્મિક વ્યક્તિ છે. તે ચર્ચના પાદરી રહી ચૂક્યા છે. તેમણે જ નિક અને પ્રિયંકાના લગ્ન ઈસાઈ રીત રિવાજથી કરાવ્યા હતા. તેમણે પ્રિયંકાને પરિવારમાં ખુશામદીદ કહ્યુ છે.

જોધપુરમાં 3 દિવસ ચાલ્યો લગ્નનો ઉત્સવ

જોધપુરમાં 3 દિવસ ચાલ્યો લગ્નનો ઉત્સવ

દિલ્લી બાદ પ્રિયંકા અને નિક મુંબઈમાં બોલિવુડ દોસ્તો માટે પણ એક રિસેપ્શન હોસ્ટ કરશે. બંનેના લગ્નનો ઉત્સવ જોધપુરના ઉમેદભવન પેલેસમાં પૂરા ત્રણ દિવસ ચાલ્યો. પ્રિયંકા ચોપડા અને નિક જોનસે 1 ડિસેમ્બરે ઈસાઈ રીત રિવાજથી લગ્ન કર્યા હતા. આ લગ્ન નિકના પિતાએ કરાવ્યા હતા કે જે એક પેસ્ટર છે. વળી, 2 ડિસેમ્બરે લગ્ન હિંદુ રીત રિવાજથી કરવામાં આવ્યા.

મુંબઈમાં કરી હતી પ્રિયંકા અને નિકની રોકા સેરેમની

મુંબઈમાં કરી હતી પ્રિયંકા અને નિકની રોકા સેરેમની

એક વર્ષની ડેટિંગ બાદ પ્રિયંકા ચોપડા અને નિક જોનસે ઓગસ્ટમાં મુંબઈમાં રોકા સેરેની કરી હતી. રોકા બાદ પ્રિયકાએ સૌથી પહેલા નિક સાથે પોતાનો ફોટો શેર કર્યો કરીને પોતાના સંબંધને પબ્લિક કર્યો હતો. અભિનેત્રીએ કહ્યુ હતુ, ‘ટેકન... વિથ ઓલ માય હાર્ટ એન્ડ સોલ.' ત્યારબાદ પ્રિયંકાએ પોતાના અને નિકના રોકાના ફોટા ફેન્સ સાથએ શેર કર્યા હતા.

નિકને પ્રેમથી આ કહીને બોલાવે છે પ્રિયંકા

નિકને પ્રેમથી આ કહીને બોલાવે છે પ્રિયંકા

પ્રિયંકા નિક જોનસને ‘ઓલ્ડ મેન જોનસ' કહીને બોલાવે છે. ઉંમરની વાત કરીએ તો પ્રિયંકા નિકથી 11 વર્ષ મોટી છે પરંતુ તે પોતે તેને 'Old Man Jonas' કહે છે. આ ખુલાસો પ્રિયંકાએ વૉગ મેગેઝીને આપેલા ઈન્ટરવ્યુમાં કર્યો. પ્રિયંકા અને નિકે વૉગ મેગેઝીનને ખાસ ઈન્ટરવ્યુ આપ્યો છે, જેમાં બંને પોતાની લવ સ્ટોરી પર પહેલી વાર ખુલીને વાત કરી છે. ઈન્ટરવ્યુ અનુસાર બંને વચ્ચે ઉંમરનું અંતર સમાચારોમાં છવાયેલુ હતુ. પ્રિયંકા નિકથી મોટી છે પરંતુ બંનેમાં નિક જ વધુ મેચ્યોર લાગે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X