હવે સ્કૂલમાં બાળકો ભણશે 'બદમાશ બબલી' પાઠ
મુંબઈ, 20 મે : બૉલીવુડના સૌથી સફળતમ અભિનેત્રીઓમાં શામેલ પ્રિયંકા ચોપરા અંગે હવે આપ પુસ્તકોમાં પણ વાંચી શકશો. સ્પ્રિંગ ડેલ્સ સ્કૂલના પુસ્તકોમાં એક આખું ચૅપ્ટર બૉલીવુડના નવા આયટમ ગર્લ પ્રિયંકા ચોપરા વિશે હશે.

સ્પ્રિંગ ડેલ્સ એક પ્રતિષ્ઠિત સંસ્થા છે. તેની વિદેશોમાં પણ શાખાઓ છે. તેને સીબીએસઆઈની માન્યતા પ્રાપ્ત છે. કહે છે કે આર્મી બૅકગ્રાઉંડ હોવાના કારણે પ્રિયંકા ચોપરા પાઠ્યક્રમમાં સમાવેશ કરાયાં છે. પુસ્તકમાં ચૅપ્ટરનું નામ રોવિંગ ફૅમિલી અપાયું છે.
પ્રિયંકા ચોપરા 2000માં મિસ ઇન્ડિયાનો ખિતાબ જીતી ચુક્યાં છે. તેમને નેશનલ ઍવૉર્ડ પણ મળ્યો છે. તાજેતરમાં જ તેમણે બર્ફી ફિલ્મમાં પોતાના અભિનયથી સૌને પ્રભાવિત કર્યા હતાં. પ્રિયંકાએ અંદાઝ ફિલ્મ સાથે બૉલીવુડ કૅરિયર શરૂ કર્યુ હતું. તેના માટે તેમને ફિલ્મ ફૅર બેસ્ટ ફીમેલ ડેબ્યુ ઍવૉર્ડ પણ મળ્યો હતો. સાત ખૂન માફ જેવી ઑફ બીટ ફિલ્મોમાં કામ કરતાં પ્રિયંકા ચોપરાને હિન્દી સિનેમાના પ્રયોગશીલ અભિનેત્રી તરીકે ગણાય છે. 2010માં યુનિસેફ દ્વારા તેમને ચાઇલ્ડ ગુડવિલ એમ્બેસડરનું પણ સન્માન અપાયુ હતું.
પ્રિયંકા ચોપરા તાજેતરમાં જ શૂટઆઉટ એટ વડાલા ફિલ્મમાં આયટમ સૉંગ દ્વારા ચર્ચામાં રહ્યા હતાં, તો ઝંજીર ફિલ્મમાં પણ તેઓ આયટમ સૉંગ કરનાર છે.












Click it and Unblock the Notifications
