નિક જોનસ સાથે પ્રિયંકા ચોપડાએ રમી જોરદાર હોળી, વિદેશથી વાયરલ થયો દેસી વીડિયો!

પ્રિયંકા ચોપડાએ આ વખતે પણ જોરદાર હોળી રમી છે અને તેની સાથે નિક જોનસ પણ જોવા મળ્યા છે.

નવી દિલ્લીઃ બૉલિવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપડા હાલમાં હૉલિવુડમાં કામ કરી રહી છે અને સતત કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે. હાલમાં તે પોતાના અમુક શાનદાર ફોટા અને વીડિયો માટે સમાચારમાં છવાયેલી છે. વાસ્તવમાં પ્રિયંકા ચોપડાએ આ વખતે પણ જોરદાર હોળી રમી છે અને તેની સાથે નિક જોનસ પણ જોવા મળ્યા છે.

પ્રિયંકાએ નિક સાથે રમી હોળી

પ્રિયંકાએ નિક સાથે રમી હોળી

બધા જાણે છે કે નિક જોનસ એક વિદેશી અભિનેતા અને સિંગર છે અને હોળી ભારતનો તહેવાર છે પરંતુ પ્રિયંકા ચોપડા તેની સાથે દરેક ભારતીય તહેવાર ઉજવે છે. આ વખતે પણ નિક જોનસ સાથે તેણે જોરદાર હોળી રમી છે અને રંગમાં પણ પલડતા જોવા મળી રહ્યા છે. પ્રિયંકા ચોપડાએ એક વીડિયો પણ શેર કર્યો છે જેમાં તે પોતાના ચહેરાના રંગને નિક જોનસને લગાવતી દેખાઈ રહી છે અને આ વીડિયો ખૂબ જ ક્યુટ લાગી રહ્યો છે.

'બધાને હોળી મુબારક'

પ્રિયંકા ચોપડા ભલે હાલમાં દેશમાં નથી રહેતી પરંતુ સોશિયલ મીડિયા પર એ ખબર પડતી રહે છે કે તે પોતાના તહેવાર અને સંસ્કૃતિને ભૂલી નથી. આ વીડિયો અને ફોટા પોસ્ટ કરીને પ્રિયંકાએ લખ્યુ છે કે..'એવા સમયમાં અમુક આનંદ મેળવવામાં સક્ષમ હોવુ જ્યારે દુનિયા આટલો ભય અનુભવતી હોય, એ આશીર્વાદ છે. બધાને હોળી મુબારક. દેસી રીતે હોળી રમવા માટે અમારા દોસ્તો અને પરિવારનો આભાર! સારુ અનુભવી રહી છુ.'

દોસ્તો અને પરિવાર પણ થયા શામેલ

દોસ્તો અને પરિવાર પણ થયા શામેલ

પ્રિયંકા ચોપડાએ માત્ર નિક જોનસ સાથે જ નહિ પરંતુ પોતાના વિદેશી દોસ્તો અને પરિવારના સભ્યો સાથે પણ હોળી રમી છે. ઉલ્લેખનીય છે કે પ્રિયંકા ચોપડા ઘણા સમયથી કોઈ હિંદી ફિલ્મનો હિસ્સો નથી બની અને તેના ફેન્સ પણ આતુરતાથી તેની રાહ જોઈ રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X