પ્રિયંકા ચોપરાની બીજી કઝિન સિસ્ટરે કરી બોલીવુડમાં એન્ટ્રી
મુંબઇ, 18 ઓક્ટોબર : બોલીવુડની વર્સેટાઇલ અભિનેત્રી પ્રિયંકા ચોપરાની પિતરાઇ બહેન બોલીવુડમાં એન્ટ્રી કરી રહી છે. જી હા. આ કોઇ જુના સમાચાર નથી, કે પ્રિયંકાની પિતરાઇ બહેન પરિણિતી ચોપરાની પણ વાત થઇ રહી નથી. અહીં વાત થઇ રહી છે પ્રિયંકા ચોપરાની અન્ય એક પિતરાઇ બહેન મીરા ચોપરાની.
મીરા ચોપરા એક બંગાળી ફિલ્મની હિન્દી રિમેકથી બોલીવુડમાં પોતાની કરિયરની શરૂઆત કરવા જઇ રહી છે. 'ધ ગેંગ્સ ઓફ ઘોસ્ટ' નામની આ ફિલ્મનું દિગ્દર્શન સતીશ કૌશિક કરી રહ્યા છે. આ ફિલ્મમાં મીરાના સાથી કલાકારો તરીકે શર્મન જોશી અને માહી ગિલ કામ કરી રહ્યા છે.
બોલીવુડમાં પોતાની એન્ટ્રી અંગે મીરાનું કહેવું છે કે "હું ચોપરા અટકને વધારે મજબૂત બનાવીશ. હું મારા પરિવારને નીચા જોવાનું થાય તેવું કદી નહીં કરું." ફિલ્મ ધ ગેંગ્સ ઓફ ઘોસ્ટની એક આઇટમ સોંગનું શૂટિંગ કર્યા બાદ આપેલા ઇન્ટરવ્યૂમાં મીરાએ જણાવ્યું કે મેં પ્રિયંકા સાથે વાત કરી છે. પણ મને નથી લાગતું કે મારે કોઇ ટિપ્સ લેવાની જરૂર છે કારણ કે હું પહેલા દક્ષિણ ભારતીય ફિલ્મોમાં કામ કરી ચૂકી છું. બધાનું માનવું છે કે હું બોલીવુડમાં સારું કામ કરી શકીશ. તે પછી બધું નસીબને આભારી છે.
મીરાએ આ સાથે એ બાબતનો સ્વીકાર કર્યો કે બોલીવુડમાં તેની બંને પિતરાઇ બહેનો પ્રિયંકા અને પરિણીતી સારું કામ કરી રહી છે. તેના કારણે મારા પ્રત્યેની લોકોની અપેક્ષા વધી ગઇ છે જે મારા માટે પડકાર રૂપ છે.

1
મીરા ચોપરા

2
મીરા ચોપરા

3
મીરા ચોપરા

4
મીરા ચોપરા

5
મીરા ચોપરા

6
મીરા ચોપરા

7
મીરા ચોપરા

8
મીરા ચોપરા
-
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ



Click it and Unblock the Notifications
