પીગ્ગી ચોપ્સ બની પીગ્ગી બેંક, હોલિવુડની 15 કરોડની ડીલ
બોલિવૂડ સ્ટાર મલ્ટીટેલેન્ટેડ પ્રિયંકા ચોપડાની વાત જ કંઇક અલગ છે. એક તરફ જ્યાં દમદાર એક્ટીંગ કરીને ક્રિટીકથી લઇને કોમનમેન સુધી તેને બધાની વાહવાઇ મેળવી છે ત્યાં જ સૂરલા અવાજની આ સમ્રાજ્ઞીને વિદેશના નામી તારલા જોડે પોતાનો વિડિયો આલ્બમ બહાર પાડી હોલિવૂડમાં પણ પોતાની એક આગવી ઓળખ ઊભી કરી છે.
પ્રિયંકાની ઇન્ટરનેશનલ માર્કેટ વેલ્યુમાં થયો વધારો

પ્રિયંકા ચોપડા ધીરે ધીરે એક ઇન્ટરનેશનલ સ્ટાર તરીકે ઉભરી રહી છે. અને આ વાતનો પિગ્ગી ચોપ્સને ભરપૂર ફાયદો થઇ રહ્યો છે.
પીગ્ગી ચોપ્સ બની પીગ્ગી બેંક
ખબરીઓની ખબરને માનીએ તો પીગ્ગી બેબીએ સાઇન કરી છે એક ઇન્ટરનેશનલ હેન્ડબેગ બ્રાંડની એન્ડ્રોર્સમેન્ટ ડીલ. પ્રિન્ટ કૈન્પેન નામની આ હેન્ડબેગ માટે પ્રિયંકા આપશે પોઝ. અને આ પોઝ માટે તેને મળી રહ્યા છે રૂપિયા 15 કરોડ...
જો આ ખબર સાચી હશે તો પ્રિંયકા બની જશે બોલીવુડની એવી પહેલી હિરોઇન જેને સાઇન કરી હોય હોલિવૂડની આટલી મોટી ડીલ. ત્યારે અમે તો પ્રિયંકા એટલું જ કહીશું કે, ઓલ ધ બેસ્ટ પ્રિયંકા.












Click it and Unblock the Notifications
