ડાયરેક્ટર મારા પર બૂમો પાડતા, મને ફિલ્મોમાંથી કાઢી મૂકવામાં આવતીઃ પ્રિયંકા ચોપડાનો ખુલાસો

પ્રિયંકા ચોપડા એ અભિનેત્રીમાંની છે કે જે હંમેશાથી પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ વિશે બેબાક વાત કરે છે. વાંચો એણે શું કહ્યુ.

પ્રિયંકા ચોપડા એ અભિનેત્રીમાંની છે કે જે હંમેશાથી પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ વિશે બેબાક વાત કરે છે. નિક જોનસ સાથે લગ્ન બાદ હાલમાં તે લાંબા સમયથી પોતાની પર્સનલ લાઈફના કારણે લાઈમલાઈટમાં છવાઈ રહી છે. મોટા પદડે તે ટૂંક સમયમાં ધ સ્કાઈ ઈઝ પિંકથી કમબેક કરી રહી છે. તે આ ફિલ્મમાં ફરહાન અખ્તર સાથે જોવા મળશે. આ રિલીઝ પહેલા પ્રિયંકા ચોપડાએ એક ખાસ ઈન્ટરવ્યુ આપ્યો.

શરૂઆતના દિવસોની યાદ મનમાં તાજી

શરૂઆતના દિવસોની યાદ મનમાં તાજી

જ્યાં તેણે પોતાના પ્રારંભિક જીવનના સંઘર્ષ વિશે નિક જોનસ સાથે પોતાના સંબંધ વિશે પણ પહેલી વાર વિસ્તારથી વાત કરી છે. પ્રિયંકા ચોપડા આ ઘણી વાર કહી ચૂકી છે કે બોલિવુડમાં તો કોઈના સાથ વિના પોતાના દમ પર આવવુ તેના માટે સરળ નહોતુ. આજે ભલે તે ગ્લોબલ સ્ટાર બની ચૂકી છે પરંતુ આજે પણ પોતાના શરૂઆતના દિવસોની યાદ તેના મનમાં તાજી છે.

મને ના તો કંઈ ખબર હતી અને ના હું કોઈને જાણતી હતી

મને ના તો કંઈ ખબર હતી અને ના હું કોઈને જાણતી હતી

વૉગ મેગેઝીનને આપેલા ઈન્ટરવ્યુમાં પ્રિયંકા ચોપડાએ કહ્યુ કે જ્યારે હું ઈન્ડસ્ટ્રીમાં આવી હતી તો મને ના કંઈ ખબર હતુ અને ના હું કોઈને જાણતી હતી. મને સમજાતુ નહોતુ કે હું ક્યાંથી શરૂ કરુ. કેવી રીતે આગળ વધી શકુ છુ.

ડાયરેક્ટર મારા પર બૂમો પાડતા

ડાયરેક્ટર મારા પર બૂમો પાડતા

તે આગળ જણાવે છે કે ડાયરેક્ટર મારા પર બૂમો પાડતા હતા. મને ફિલ્મોમાંથી કાઢી નાખવામાં આવતી હતી. આ દરમિયાન મારા પિતા મારી સાથે હંમેશા ઉભા રહેતા. તેમની એક સલાહ મને યાદ રહી. પ્રિયંકાએ કહ્યુ કે મારા પિતા કહેતા હતા કે વધુ સાંભળો અને ઓછુ બોલો.

આત્મવિશ્વાસ વધાર્યો

આત્મવિશ્વાસ વધાર્યો

પોતાના સંઘર્ષના દિવસોને યાદ કરીને પ્રિયંકા ચોપડાએ કહ્યુ કે મે મારો આત્મવિશ્વાસ વધાર્યો. મે શીખ્યુ કે નિષ્ફળતા બાદ તમે એવુ શુ કરશો કે જે તમને સફળ બનાવી દેશે.

નિક માટે કરવા ઈચ્છે છે આ કામ

નિક માટે કરવા ઈચ્છે છે આ કામ

પોતાના ભવિષ્ય માટે પ્રિયંકાએ કહ્યુ કે તેનુ ફોકસ હાલમાં નિક અને પોતાના માટે ઘર ખરીદવાનું છે. તે લૉસ એન્જેલસમાં નવુ ઘર લેવાનુ પ્લાનિંગ કરી રહ્યા છે. તે કહે છે કે હું એક એવુ ઘર બનાવવા ઈચ્છુ છુ જેથી મુંબઈની યાદ તાજી રહે. ઘર ખરીદવુ અને બેબી પ્લાન કરવુ હાલમાં પ્રિયંકાના ટૉપ લિસ્ટમાં શામેલ છે.

ધ સ્કાઈ ઈઝ પિંક

ધ સ્કાઈ ઈઝ પિંક

તમને જણાવી દઈએ કે ધ સ્કાઈ પિંકમાં એક્ટિંગ કરવા સાથે પ્રિયંકા આ સહનિર્માતા પણ છે. આ ફિલ્મ લેખિકા મોટિવેશનલ સ્પીકર આયશા ચૌધરીના જીવન પર આધારિત છે. આયશાને ફેફસાની બિમારી થઈ ગઈ હતી. આની સાથે સાંકળીને ફિલ્મ બનાવવામાં આવ છે. 11 ઓક્ટોબરે આ ફિલ્મ રિલીઝ થશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X