For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સાસરિયામાં કેવી મસ્તી કરી રહી છે પ્રિયંકા ચોપડા, જુઓ ફોટા

ગયા વર્ષે નિક જોનસ સાથે લગ્નના બંધનમાં બંધાયેલી પ્રિયંકા ચોપડા હવે પોતાના નવા પરિવાર સાથે સુંદર પળો વિતાવી રહી છે.

|
Google Oneindia Gujarati News

ગયા વર્ષે નિક જોનસ સાથે લગ્નના બંધનમાં બંધાયેલી પ્રિયંકા ચોપડા હવે પોતાના નવા પરિવાર સાથે સુંદર પળો વિતાવી રહી છે. તે ઘણીવાર ફોટા શેર કરતી રહે છે. તેના ઈન્સ્ટાગ્રામ પર લેટેસ્ટ ફોટા પણ ફેન્સનું ધ્યાન ખેંચી રહ્યા છે. વાસ્તવમાં તે નિક જોનસ, જો જોનસ અને તેની ગર્લફ્રેન્ડ સોફી ટર્નર સાથે ચિલ કરતી જોવા મળી રહી છે.

પરિવાર સાથે મસ્તી કરી રહી છે પ્રિયંકા

લગ્ન બાદ નવા પરિવારમાં ઢળી ગયેલી જોવા મળી રહી છે. હાલમાં જ તેણે ઈન્સ્ટાગ્રામ પર નિક જોનસ, જો જોનસ અને તેમની ગર્લફ્રેન્ડ સોફી ટર્નર સાથે મસ્તી કરતો ફોટો પણ શેર કર્યો. બધાએ સુંદર સનગ્લાસ લગાવ્યા છે. પ્રિયંકાએ પોસ્ટના કેપ્શનમાં લખ્યુ છે - સુંદર દિવસ...

નિકને કિસ કરતી જોવા મળી પ્રિયંકા

આ ફોટાની એક આગલી પોસ્ટમાં દેખાય છે કે તે બધા એક બોટ પર છે. આ ફોટાના કેપ્શનમાં પ્રિયંકાએ લખ્યુ છે - જ્યારે ક્રૂ આટલી શાનદાર દેખાઈ રહી હોય. ત્યારબાદ એક અન્ય ફોટામાં તે માત્ર નિક સાથે છે અને તેને કિસ કરી રહી છે. તમને જણાવી દઈએ કે આ યુગલે લગ્ન બાદ સ્વિત્ઝરલેન્ડમાં હનીમૂન મનાવ્યુ હતુ.

શાહી અંદાજમાં કર્યા હતા લગ્ન

શાહી અંદાજમાં કર્યા હતા લગ્ન

પ્રિયંકા ચોપડાએ નિક સાથે ઉદયપુરના ઉમેદભવનમાં ખૂબ જ શાહી અંદાજમાં લગ્ન કર્યા હતા. આ લગ્નમાં અમુક ખાસ લોકોને આમંત્રણ આપવામાં આવ્યુ હતુ જ્યારે અન્ય લોકોને રિસેપ્શનમાં આમંત્રણ આપવામાં આવ્યુ હતુ. અહીં હિંદુ અને ક્રિશ્ચિયન બંને રીતે લગ્ન કરવામાં આવ્યા હતા.

'ખતરનાક પત્ની છુ'

'ખતરનાક પત્ની છુ'

એક ચેટ શોમાં પહોંચેલી પ્રિયંકાને જ્યારે પૂછવામાં આવ્યુ કે શું તે નિક માટે રસોઈ બનાવે છે તો તેણે કહ્યુ કે, નિક એક સારા સાઉધર્ન ઘરમાંથી છે જ્યાં તેમની મા રસોઈ બનાવતી હતી પરંતુ હું એવી નથી. આ મામલે હું એક ભયાનક પત્ની છુ.

આ પણ વાંચોઃ બીજી વાર મા બનવા જઈ રહી છે ઐશ્વર્યા રાય બચ્ચન? ફોટા વાયરલઆ પણ વાંચોઃ બીજી વાર મા બનવા જઈ રહી છે ઐશ્વર્યા રાય બચ્ચન? ફોટા વાયરલ

English summary
priyanka chopra seen chilling with nick joe and sophie, photos go viral
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X