Priyanka Chopra Bikini : પતિ અને દિકરી સાથે બિકિનીમાં વેકેશનનો આનંદ લેતી જોવા મળી પ્રિયંકા ચોપરા, જુઓ ફોટો
Priyanka Chopra Bikini : બોલિવૂડ છોડીને હોલિવૂડ પહોંચેલી પ્રિયંકા ચોપરા નવા વર્ષની શરૂઆતથી જ વેકેશન મોડમાં છે.
પ્રિયંકા ચોપરા તેની અંગલ લાઈફમાં એકદમ બોલ્ડ અને બિંદાસ્ત રહેવા માટે જાણીતી છે. વેકેશન પર તે બોલ્ડ અંદાજમાં ચીલ કરતી જોવા મળી. અહીં તેની સાથે તેની દિકરી માલતી અને પતિ નિક પણ હતો.

પ્રિયંકા ચોપરાએ તેનાઇન્સ્ટાગ્રામ પર વેકેશનની આ તસવીરો શેર કરી છે, જેમાં પ્રિયંકા લાલ રંગની બિકીનીમાં જોવા મળી રહી છે. તસવીરોમાં પ્રિયંકા ચોપરા ઘરના ટેરેસ પર ઉભેલી જોવા મળી રહી છે. ફોટોમાં તે હાથ ઉપર ઉઠાવીને યોગા પોઝ આપી રહી છે.
ફોટોમાં પ્રિયંકા ચોપરા બીચ પર લાલ બિકીની પહેરેલી જોવા મળી રહી છે, જ્યારે તેની પુત્રી માલતી સમુદ્રના મોજાઓ સાથે રમી રહી છે. પ્રિયંકા ચોપરા અન્ય એક ફોટોમાં ગુલાબી રંગની બિકીની પહેરીને પાણીમાં સ્વિમ કરતી જોવા મળી રહી છે. અભિનેત્રીની આ તસવીરને ઘણી પસંદ કરવામાં આવી રહી છે.
ફોટોમાં પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ ક્વોલિટી ટાઈમ વિતાવતા જોવા મળી રહ્યા છે. પ્રિયંકા ચોપરા ફોટોમાં તેના ટોન્ડ પગને ફ્લોન્ટ કરવાનો કોઈ મોકો નથી છોડી રહી.
ક્યારેક પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ સેલ્ફી લેતા જોવા મળી રહ્યા છે તો ફોટોમાં નિક બ્લેક ટી-શર્ટમાં જોવા મળી રહ્યો છે. પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ પુત્રી માલતી મેરી સાથે બીચ પર એન્જોય કરી રહ્યાં છે. અભિનેત્રીના આ ફેમિલી ફોટોને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.
ફોટોમાં માલતી મેરી પીળા રંગની મોનોકિની પહેરેલી જોવા મળે છે. ફોટામાં તે ખૂબ જ ક્યૂટ લાગી રહી છે. માલતી પિતા અને મિત્રો સાથે બીચ પર ખૂબ એન્જોય કરી રહી છે. આ તસવીરો પોસ્ટ કરતી વખતે અભિનેત્રી પ્રિયંકાએ કહ્યું કે તે ઈચ્છે છે કે વર્ષ 2025 તેના માટે આવું જ રહે.












Click it and Unblock the Notifications
