પ્રિયંકાએ શેર કર્યો પતિ નિકને કિસ કરતો ફોટો, લખ્યો આ સુંદર મેસેજ

પ્રિયંકાએ પોતાની લેટેસ્ટ પોસ્ટમાં પતિ નિકને કિસ કરતો ફોટો અને એક સુંદર મેસેજ શેર કર્યો છે.

હાલમાં જ નિક જોનસ સાથે લગ્નના બંધનમાં બંધાયેલી પ્રિયંકા ચોપડા સોશિયલ મીડિયા પર ઘણી સક્રિય રહે છે. આમ તો તે ઘણીવાર પોતાના સુંદર ફોટા ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે પરંતુ લેટેસ્ટ પોસ્ટમાં તે પોતના પતિ નિક પર પ્રેમ વરસાવતી જોવા મળી રહી છે. ફોટોમાં તે નિકના ગાલ પર કિસ કરતી જોવા મળી રહી છે.

નિક માટે પ્રિયંકાએ લખી આ સુંદર લાઈન

પતિ સાથેની પોસ્ટના કેપ્શનમાં પ્રિયંકાએ લખ્યુ છે - ધરતીના સૌથી સ્ટાઈલિશ વ્યક્તિને કિસ કરવાનું સૌભાગ્ય... ભગવાન હંમેશા મારા પ્રેમ પર પોતાની કૃપા વરસાવ્યા કરે. તમને જણાવી દઈએ કે નિકને ઈન્ટરનેશનલ મેન્સ મેગેઝીન તરફથી સૌથી સ્ટાઈલિશ વ્યક્તિનો ખિતાબ આપવામાં આવ્યો છે. આ જ કારણ છે કે પ્રિયંકાએ પ્રકારનું કેપ્શન લખ્યુ છે.

રૉયલ અંદાજમાં કર્યા હતા લગ્ન

રૉયલ અંદાજમાં કર્યા હતા લગ્ન

ઉલ્લેખનીય છે કે પ્રિયંકા અને નિકે હાલમાં જ ઉદયપુરના ઉમેદભવનમાં ઘણા રૉયલ અંદાજમાં લગ્ન કર્યા છે. લગ્નમાં ઘણા ઓછા લોકોને આમંત્રણ આપવામાં આવ્યુ હતુ એટલા માટે બંનેએ દિલ્લી અને મુંબઈમાં રિસેપ્શનનું આયોજન પણ કર્યુ હતુ. હાલમાં બંને લંડન માટે નીકળી ગયા છે અને જલ્દી હનીમુન માટે સ્વિત્ઝરલેન્ડ જશે.

આ ફિલ્મમાં જલ્દી જોવા મળશે પ્રિયંકા

આ ફિલ્મમાં જલ્દી જોવા મળશે પ્રિયંકા

તમને જણાવી દઈએ કે બોલિવુડ સાથે સાથે હોલિવુડમાં પણ ખૂબ પ્રખ્યાત થયેલી પ્રિયંકા ચોપડા જલ્દી શોનાલી બોસની ફિલ્મ ‘ધ સ્કાય ઈઝ પિંક' માં જોવા મળશે. ફિલ્મનું શૂટિંગ પૂરુ થઈ ચૂક્યુ છે. વળી, તેની આગામી હોલિવુડ ફિલ્મ 14 ફેબ્રુઆરી, 2019ના રોજ રિલીઝ થવાની છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X