Pics: પ્રિયંકાએ કરાવ્યુ બ્લાઉઝ વિનાની સાડીમાં હૉટ ફોટોશૂટ, ફેન્સ ભડક્યા કહ્યુ, ‘બેશરમ'

પ્રિયંકા ચોપડાએ ‘ઈનસ્ટાઈલ મેગેઝીન' માટે હૉટ ફોટોશૂટ કરાવ્યુ છે જેના કારણે તે ઘણી ટ્રોલ થઈ રહી છે.

બોલિવુડ અભિનેત્રી અને પૂર્વ વિશ્વ સુંદરી પ્રિયંકા ચોપડા એક વાર ફરીથી પોતાના લુકના કારણે સમાચારોમાં છે. દર વખતની જેમ આ વખતે પણ તેના લુકને જોઈને લોકો હેરાન છે. વાસ્તવમાં પ્રિયંકા ચોપડાએ 'ઈનસ્ટાઈલ મેગેઝીન' માટે હૉટ ફોટોશૂટ કરાવ્યુ છે જેના કારણે તે ઘણી ટ્રોલ થઈ રહી છે. ભારતીય દર્શકોને પીસીનું આ ફોટોશૂટ ગમ્યુ નહિ અને આ કારણે તે એના વિરોધમાં ટ્વીટર પર નિવેદનબાજી કરી રહ્યા છે.

પ્રિયંકાએ કરાવ્યુ બ્લાઉઝ વિનાની સાડીમાં હૉટ ફોટોશૂટ

વાસ્તવમાં પ્રિયંકા ચોપડાએ બેકલેસ થઈને સાડીમાં ફોટોશૂટ કરાવ્યુ છે. તેમણે સાડી તો પહેરી પરંતુ બ્લાઉઝ વિના. જેના કારણે તે લોકોના નિશાના પર છે. ભારતીય દર્શકોએ પીસીને બેશરમ પણ કહી દીધી છે. અમુક યુઝર્સે તો લખ્યુ છે કે અમીર કપડા ના પહેરે તો ફેશન, ગરીબ કપડા ના પહેરે તો બેશરમ. વળી, અન્ય એક યુઝરે પ્રિયંકાને તેના ભારતીય સંસ્કાર યાદ અપાવીને કહ્યુ - દેશના સંસ્કાર ભૂલી ગઈ છે.

પીસીનો વીડિયો પણ આવ્યો સામે

સાડીમાં ફોટોશૂટ દરમિયાન તેનો એક વીડિયો પણ સામે આવ્યો છે. પ્રિયંકાએ ગોલ્ડન સાડી પહેરી છે અને હૉટ-ડસ્ટી લુકમાં છે. જો કે અમુક લોકો એવા પણ છે જેમને પ્રિયંકાનું નવુ રૂપ ગમ્યુ છે. જો કે ઘણીવાર પોતાના તર્કોથી લોકોના મોઢા બંધ કરાવી દેનાર પ્રિયંકાએ પોતાના ટ્રોલર્સનો કોઈ જવાબ આપ્યો નથી.

દેશની પીએમ બનવા ઈચ્છે છે પ્રિયંકા ચોપડા

હાલમાં જ પ્રિયંકા પોતાના એક ઈન્ટરવ્યુના કારણે સમાચારોમાં હતી. તેણે ‘ધ સન્ડે ટાઈમ્સ'ને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યુ હતુ કે તે ભારતની પ્રધાનમંત્રી બનવા ઈચ્છે છે. વળી, તે એ પણ ઈચ્છે છે કે તેના પતિ નિક જોનસ અમેરિકી રાષ્ટ્રપતિ બને. ઈન્ટરવ્યુમાં પોતાની રાજકીય આકાંક્ષાઓ વિશે વાત કરતા પ્રિયંકાએ કહ્યુ કે હું ભારતના પ્રધાનમંત્રીની દોડમાં શામેલ થવા ઈચ્છીશ.

પ્રિયંકાના લુકથી નારાજ ઈન્ડિયન ફેન્સ

પ્રિયંકાના લુકથી નારાજ ઈન્ડિયન ફેન્સ

પ્રિયંકા આટલેથી ન રોકાઈ, તેણે કહ્યુ કે હું એ પણ ઈચ્છુ છુ કે મારી સાથે સાથે નિક અમેરિકી રાષ્ટ્રપતિની દોડમાં શામેલ થાય. તેણે કહ્યુ કે રાજકારણ સાથે જે રીતની વસ્તુઓ જોડાઈ છે તે મને પસંદ નથી. તેણે કહ્યુ કે તે ફેરફાર ઈચ્છે છે. તેણે કહ્યુ કે નિક એક મહાન નેતા બની શકે છે. તેમની અંદર એ કાબિલિયત છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X