મલ્લિકાના વાહિયાત નિવેદને ભડક્યાં પ્રિયંકા
મુંબઈ, 28 મે : બૉલીવુડ સેક્સ બૉમ્બ મલ્લિકા શેરાવતે ભારતને મહિલાઓ માટે અપ્રગતિશીલ શું કહ્યું, વિશ્વ સુંદરી પ્રિયંકા ચોપરા ભડકી ઉઠ્યાં. પ્રિયંકાએ જણાવ્યું - હું આ વાત સાથે બિલ્કુલ સંમત નથી અને જો કોઇએ પણ આ પ્રકારના શબ્દોનો પ્રયોગ દેશ માટે કર્યો છે, તેને પોતાના આ કૃત્ય અંગે લજાવું જોઇએ. પ્રિયંકાએ કહ્યું કે ભારત મહાન છે. અહીં નારીની પૂજા થાય છે. લોકોએ વિચારસરણી બદલી છે. છોકરીઓ આજે ભણી રહી છે અને પોતાના બળે ઊભી છે.

પ્રિયંકા ચોપરા અહીં સુધી બોલ્યાં - એટલું જ નહીં, હું પણ તો ભારતની જ પુત્રી છું. મેં પણ તો લોકોની વિચારસરણીથી અલગ વિશ્વ સુંદરીનો ખિતાબ હાસલ કર્યો. મને દેશમાં ઇજ્જાત અને પ્રેમ મળ્યો છે. હું કેવી રહી કહું? જેણે પણ વિશ્વ મંચે દેશ વિશે આવી વાહિયાત વાતો કરી છે, તેણે તત્કાલિક દેશ પાસે માફી માંગવી જોઇએ.
નોંધનીય છે કે કૅન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2013માં મલ્લિકા શેરાવત કહી ગયા હતાં કે ભારતની વિચારસરણી અપ્રગતિશીલ છે. અહીંના લોકો કોઈ પણ મહિલાની પ્રગતિ જોઈ નથી શકતાં. અહીંના લોકો રુઢિવાદી પરમ્પરાના છે. મેં મહિલાઓની દશા બદલવાના પ્રયત્નો કર્યો, તો મને જ ખોટા ઠેરવી દેવાયાં. ભારતની આવી ખોટી અને ગંદી માનસિકતાના કારણે જ હું અડધી અમેરિકા અને અડધી ભારતમાં રહુ છું.












Click it and Unblock the Notifications
