પ્રિયંકાએ નિક સાથેના રોમેન્ટિક ફોટા શેર કરતા ભડક્યા લોકો, ‘બાબા કહેતા રહ્યા કે સ્વદેશી અપનાઓ..'

વાસ્તવમાં પ્રિયંકાએ હાલમાં જ પોતાના પતિ નિક જોનસ સાથે એક રોમેન્ટિક પૉઝવાળો ફોટો સોશિયલ મીડિયામાં શેર કર્યો જેના માટે તેને ફરીથી લોકોના ગુસ્સાના શિકાર થવુ પડ્યુ છે.

પૂર્વ વિશ્વસુંદરી અને બોલિવુડ હસીના પ્રિયંકા ચોપડા અને નિક જોનસના લગ્નના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર હાલમાં ઘણા વાયરલ થઈ રહ્યા છે. જો કે તેમને પ્રશંસા અને ટીકાઓ બંનેનો સામનો કરવો પડ્યો છે. ક્યારેક યુઝર્સ તેમની પ્રશંસા કરે છે તો ક્યારેક તેના ડ્રેસ અંગે ટીકાઓ પણ કરે છે. હમણા નવા ફોટાઓ મામલે કંઈક એવુ જ બન્યુ છે. વાસ્તવમાં પ્રિયંકાએ હાલમાં જ પોતાના પતિ નિક જોનસ સાથે એક રોમેન્ટિક પૉઝવાળો ફોટો સોશિયલ મીડિયામાં શેર કર્યો જેના માટે તેને ફરીથી લોકોના ગુસ્સાના શિકાર થવુ પડ્યુ છે.

‘બાબા રામદેવ કહી કહીને થાકી ગયા કે સ્વદેશી અપનાઓ પરંતુ'

અમુક લોકોને પોતાની દેસી ગર્લનું આમ વિદેશી સાથે ઈશ્ક લડાવવુ અને લગ્ન કરવાનું ગમ્યુ નહિ અને આ કારણે તે પીસીને ટ્રોલ પણ કરી રહ્યા છે અને તેની સામે કમેન્ટ પણ કરી રહ્યા છે. અમુક લોકોએ બોલિવુડની આ હૉટ બેબ માટે લખ્યુ છે કે ‘બાબા રામદેવ કહી કહીને થાકી ગયા કે સ્વદેશી અપનાઓ પરંતુ તુ તો વિદેશી વરરાજા જ ઉઠાવી લાવી, ભારતના છોકરાઓ શું મરી ગયા હતા'. વળી, એક યુઝરે લખ્યુ - અમારા લોકોમાં શું કાંટા લાગ્યા હતા.

તમારા લોકોનો નકલી પ્રેમ.... હવે છૂટાછેડા ક્યારે થશે?

એક યુઝરે લખ્યુ - ફોટામાં પ્રિયંકા નિકની મા લાગી રહી છે... તમારા લોકોને નકલી પ્રેમ... બતાવો હવે છૂટાછેડા ક્યારે થશે. તમને જણાવી દઈએ કે પ્રિયંકાને આ પહેલા તેના સિંદૂર લગાવવા અને ચૂડો પહેરવા માટે ટ્રોલ કરવામાં આવી હતી. જેના પર પ્રિયંકાની મા મધુ ચોપડાએ ટ્રોલર્સને જડબાતોડ જવાબ આપ્યો હતો.

‘જસ્ટ મેરિડ લુક'

‘જસ્ટ મેરિડ લુક'

ટ્રોલર્સ પ્રિયંકાના ફેમિનિઝમ પર લેવાયેલા સ્ટેન્ડ પર કમેન્ટ કરી રહ્યા હતા. આ બધી ટીકાઓનો જડબાતોડ જવાબ પ્રિયંકાની મા મધુ ચોપડાએ ટ્વિટર પર આપ્યો છે. તેમણે દીકરીના ‘જસ્ટ મેરિડ લુક' પર પોતાનું મંતવ્ય મૂક્યુ છે. તેમણે લખ્યુ છે કે સિંદૂર હવે બંધનનું પર્યાય નથી. જુઓ પ્રિયંકા આને રોજ સાબિત કરી રહી છે.

પ્રિયંકા-નિક પોતાની જ દુનિયામાં મસ્ત

પ્રિયંકા-નિક પોતાની જ દુનિયામાં મસ્ત

હાલમાં ટીકા-ટીપ્પણીઓથી દૂર પ્રિયંકા-નિક પોતાની જ દુનિયામાં મસ્ત અને ખુશ છે. તમને જણાવી દઈએ કે 1 અને 2 ડિસેમ્બરના રોજ લગ્ન કરી ચૂકેલ પ્રિયંકા અને નિકનું વેડિંગ રિસેપ્શન 4 ડિસેમ્બરના રોજ નવી દિલ્લીની તાજ પેલેસ હોટલમાં થયુ જેમાં પીએમ મોદી સહિત ઘણા ગણમાન્ય લોકો શામેલ થયા. હવે પીસી અને નિક આગી રિસેપ્શન મુંબઈમાં આપશે કે જે 19-20 ડિસેમ્બરે થઈ શકે છે જેમાં બોલિવુડ જગતની હસ્તીઓ શામેલ થશે.

પ્રિયંકા ચોપડા અને નિક જોનસની ઓગસ્ટમાં થઈ હતી રોકા સેરેમની

પ્રિયંકા ચોપડા અને નિક જોનસની ઓગસ્ટમાં થઈ હતી રોકા સેરેમની

ઉલ્લેખનીય છે કે એક વર્ષની ડેટિંગ બાદ પ્રિયંકા ચોપડા અને નિક જોનસે ઓગસ્ટમાં મુંબઈમાં રોકા સેરેમની થઈ હતી. રોકા બાદ પ્રિયંકાએ સૌથી પહેલા નિક સાથે પોતાનો ફોટો શેર કરીને પોતાના સંબંધને પબ્લિક કર્યો હતો. અભિનેત્રીએ લખ્યુ હતુ, ‘ટેકન... વિથ ઓલ માય હાર્ટ એન્ડ સોલ.' ત્યારબાદ પ્રિયંકાએ પોતાના અને નિકના રોકાના ફોટા ફેન્સ સાથે શેર કર્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X