Cyclone Nisarga: પ્રિયંકા ચોપડાને સતાવી રહી છે મા અને ભાઈની ચિંતા
અમેરિકાથી બૉલિવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ પણ મહારાષ્ટ્રમાં રહેતા પોતાના પરિવારજનોની સલામતીની દુઆ માંગી છે.
વૈશ્વિક મહામારી કોરોના વાયરસ સંકટ વચ્ચે ભારત બીજી વાર ભયાનક ચક્રવાતી તોફાનનો સામનો કરવા જઈ રહ્યુ છે. પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સામાં વિનાશ કરનાર વાવાઝોડા અમ્ફાન બાદ હવે બુધવારે મહારાષ્ટ્ર અને ગુજરાતથી વાવાઝોડુ નિસર્ગ ટકરાવાનુ છે. બીજા રાજ્યો અને દેશમાં રહેતા લોકો મુંબઈ સહિત વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોમાં રહેતા પોતાના પરિવારજનો માટે ચિંતિંત છે. આ દરમિયાન અમેરિકાથી બૉલિવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ પણ મહારાષ્ટ્રમાં રહેતા પોતાના પરિવારજનોની સલામતીની દુઆ માંગી છે.

આજે બપોરે ટકરાશે તોફાન
તમને જણાવી દઈએ કે ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર નિસર્ગ વાવાઝોડુ આજે (3 જૂન) બપોરે 1 વાગ્યાથી 4 વાગ્યા વચ્ચે મહારાષ્ટ્રના અલીબાગ સાથે ટકરાશે. આ દરમિયાન હવાની ગતિ 110થી 120 કિમી પ્રતિ કલાક રહેશે. સાથે જ ઘણા વિસ્તારોમાં ભારે વરસાદનુ પણ એલર્ટ જારી કરવામાં આવ્યુ છે. હવામાન વિભાગે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં સમુદ્રી તટો પર સ્થિત શહેરના લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની અપીલ કરવા સાથે તોફાનના રસ્તે આવનારા ઘણા શહેરોમાં લોકોને ઘરોની અંદર રહેવા માટે કહેવામાં આવ્યુ છે.
|
પ્રિયંકા ચોપડાને સતાવી રહી છે મા-ભાઈની ચિંતા
કોરોના વાયરસના સમયમાં વધુ એક કુદરતી આફતથી સૌ કોઈ ચિંતિત છે. મહારાષ્ટ્ર અને ગુજરાતમાં રહેતા પરિવારજનો માટે લોકોએ ચિંતા વ્યક્ત કરી. અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ બુધવારે ટ્વિટ કરીને કહ્યુ કે સાયક્લોન નિસર્ગે મારા પ્યારા શહેર મુંબઈથી પસાર થવાનુ છે જ્યાં મારી મા અને ભાઈ સાથે 2 કરોડથી પણ વધુ લોકો રહે છે. વાવાઝોડા નિસર્ગના આવતા પહેલા પ્રિયંકાનુ આ ટ્વિટ અત્યારે વાયરલ થઈ રહ્યુ છે.

અભિનેત્રીએ તોફાન પહેલા કર્યુ આ ટ્વિટ
અમેરિકામાં પોતાના પતિ નિક જોનસ સાથે રહેતી પ્રિયંકા ચોપડાએ પોતાની મા, ભાઈઅને શહેરની ચિંતા સતાવી રહી છે. તેણે ટ્વિટમાં આગળ લખ્યુ, મુંબઈએ 1981થી અત્યાર સુધી કઈ પણ ભયંકર ચક્રવાતી તોફાનનો સામનો કર્યો નથી. અત્યારે દુનિયા જ્યારે એક સંકટનો સામનો કરી રહી છે ત્યારે આ બહુ વિનાશકારી બની શકે છે. પ્રિયંકા ચોપડાનુ આ ટ્વિટ હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યુ છે. તેના ઘણા ફેન્સે આના પર રિસ્પોન્સ કર્યુ છે.
-
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ











Click it and Unblock the Notifications
