નિક જોનસ સાથે થઈ પ્રિયંકા ચોપડાની રોકા સેરેમની, જુઓ પહેલા ફોટા
પ્રિયંકા ચોપડા અને નિક જોનસે પોતાના સંબંધને છેવટે પબ્લિક કરી દીધો છે. મુંબઈમાં પ્રિયંકાના ઘરે બંનેની રોકા સેરેમનીના પહેલા ફોટા આવ્યા છે.
પ્રિયંકા ચોપડા અને નિક જોનસે પોતાના સંબંધને છેવટે પબ્લિક કરી દીધો છે. મુંબઈમાં પ્રિયંકાના ઘરે બંનેની રોકા સેરેમનીના પહેલા ફોટા આવ્યા છે. પ્રિયંકા અને નિકની શનિવારે સવારે રોકા સેરેમની થઈ જેમાં બંનેના પરિવાર હાજર હતા. રોકા સેરેમની બાદ સાંજે સગાઈની ખાસ પાર્ટી રાખવામાં આવશે જેમાં બોલિવુડના તમામ મોટા સ્ટાર પહોંચવાની અપેક્ષા છે.

પૂરા રીતિ-રિવાજ સાથે થઈ રોકા સેરેમની
દેશી ગર્લ પ્રિયંકા ચોપડા અને નિક જોનસની રોકા સેરેમની થઈ ગઈ છે. શનિવારે સવારે મુંબઈમાં પ્રિયંકાના ઘરે પૂરા રીતિ-રિવાજ સાથે રોકાની રસમ કરવામાં આવી. આ ખાસ પ્રસંગે પ્રિયંકાનો આખો પરિવાર અને નિકના માતાપિતા હાજર હતા. પ્રિયંકાના કેટલાક નજીકના દોસ્ત પણ તેના રોકામાં શામેલ થયા.

દેશી અવતારમાં જોવા મળ્યા પ્રિયંકાના સાસરીવાળા
રોકા માટે પ્રિયંકાએ પીળા રંગનું સૂટ પહેર્યુ હતુ જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. એક તરફ પીળા સૂટમાં પ્રિયંકાની સુંદરતા તો બીજી તરફ નિક પણ કુરતા-પાયજામામાં એકદમ ખાસ લાગી રહ્યા હતા. આ કદાચ પહેલી વાર છે જ્યારે નિકને ભારતીય પોષાકમાં જોવામાં આવ્યો છે. નિક ઉપરાંત તેમના માતાપિતા પણ ભારતીય પોષાક પહેર્યો હતો જે તેમના પર સારો લાગી રહ્યો હતો.

નિક સાથે ન આવ્યા તેના ભાઈ!
નિક જોનસ પોતાના માતાપિતા સાથે ગુરુવારે રાતે જ મુંબઈ પહોંચી ગયા હતા. નિક જોનસ અને તેમના પરિવારને એરપોર્ટ લેવા માટે પ્રિયંકા પોતે જ ગઈ હતી પરંતુ તે અલગ ગાડીમાં ઘરે આવી હતી. નિકના ભાઈ કેવિન, જો અને ફ્રેંકી જોનસ તેમની સાથે મુંબઈ આવ્યા નથી. પ્રિયંકા અને નિક શનિવારે સાંજે જ પોતાની સગાઈની આલિશાન પાર્ટી પણ આપશે.

સગાઈની પાર્ટીમાં શામેલ થશે આ સ્ટાર્સ
આ પાર્ટીમાં પ્રિયંકાની કઝિન પરિણીતી, ઘણી ફિલ્મોમાં પ્રિયંકાના કો-સ્ટાર રહી ચૂકેલા રણવીર સિંહ, બિઝનેસમેન મુકેશ અંબાણી, ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા, અભિનેત્રી રવિના ટંડન, સોફિ ચૌધરી સહિત ઘણા સ્ટાર્સ જોવાની અપેક્ષા છે. વળી, શાહરુખ-સલમાન આ પાર્ટીમાં આવશે કે નહિ તેના પર પણ સસ્પેન્સ બનેલુ છે. પ્રિયંકા અને નિક આ વર્ષે લગ્ન કરી શકે છે.














Click it and Unblock the Notifications
