Pics : પ્રિયંકા-રણબીર હોસ્ટ કરશે ફિલ્મફૅર ઍવૉર્ડ્સ
મુંબઈ, 7 જાન્યુઆરી : બૉલીવુડ અભિનેતા રણબીર કપૂર અને અભિનેત્રી પ્રિયંકા ચોપરા 59મા ફિલ્મફૅર ઍવૉર્ડ્સને હોસ્ટ કરશે. દેસી ગર્લ નામે જાણીતા પ્રિયંકા ચોપરા આ વખતે હોસ્ટિંગને લઈને બહુ ગભરાયેલાં છે.
31 વર્ષીય પ્રિયંકા ચોપરાએ સોમવારે ફિલ્મફૅર ઍવૉર્ડ્સ અંગે યોજાયેલ પ્રેસ કૉન્ફ્રરંસમાં જણાવ્યું - ફિલ્મફૅર પુરસ્કાર પોતાની જાતમાં એક અલગ અને મોટો અનુભવ છે. મારા માટે આ પ્રથમ પ્રસંગ છે કે જ્યારે હું આ કાર્યક્રમની કો-હોસ્ટ છું. હું બહુ ગભરાયેલી છું. પ્રિયંકા ચોપરા તથા રણબીર કપૂર આ ઍવૉર્ડ્સ ફંક્શનમાં ભારતીય સિનેમાના ભાવિની ઝલક મજેદાર અને મનોરંજક રીતે રજૂ કરવાનાં છે.
નોંધનીય છે કે પ્રિયંકા ચોપરા અને રણબીર કપૂરે બર્ફી ફિલ્મમાં સાથે કામ કર્યુ હતું કે જે હિટ રહી હતી : જુઓ તસવીર

પ્રિયંકા-રણબીરે સખત મહેનત કરી
પ્રિયંકાએ જણાવ્યું - મને તો વધુ અનુભવ નથી, પણ મેં અને રણબીરે સખત મહેનત કરી છે કે આપને ભવિષ્યના ભારતીય સિનેમાની ઝલક દાખવી શકીએ જેમ કે અમે વિચારીએ છીએ. આ થોડુંક ગાંડપણભર્યું અને મસ્તીભર્યું હશે. આ ખૂબ જ મનોરંજક અને મજાનું હશે.

દબાણ હેઠળ પ્રિયંકા
પ્રિયંકાએ જણાવ્યું - અત્યાર સુધી બહુ ઓછી છોકરીઓએ પુરસ્કાર શોની યજમાની કરી છે, પણ હા, આપની ઉપર બહુ દબાણ હોય છે, કારણ કે ફિલ્મફૅર પુરસ્કાર હંમેશા એક મનોરંજક અને મજાનું કાર્યક્રમ હોય છે. તેની પોતાની એક કક્ષા છે કે જે દર્શકોએ નક્કી કરી છે. રણબીરની પણ તેમાં ભાગીદારી છે.

રોમાંચક અને બિહામણુ
પ્રિયંકાએ જણાવ્યું - ભલે તે શાહરુખ ખાન હોય, સૈફ અલી ખાન હોય, રણબીર કપૂર કે ઇમરાન ખાન હોય. જેટલા પણ લોકો આ કાર્યક્રમના હોસ્ટ રહ્યાં છે, તેમણે તેની કક્ષા જાળવી રાખી છે. એટલે જ આ રોમાંચક પણ છે અને થોડુક બિહામણું પણ.

24મીએ આયોજન
59મું ફિલ્મફૅર પુરસ્કાર સમારંભ આગામી 24મી જાન્યુઆરીએ મુંબઈમાં યશ રાજ ફિલ્મ્સ સ્ટુડિયો ખાતે યોજાનાર છે.












Click it and Unblock the Notifications
