એમએસધોની ના પ્રોમોશનમાં કંઈક આવી દેખાઈ દિશા પટાની..
અમે અહીં વાત કરી રહ્યા છે દિશા પટાની વિશે. જે ખૂબ જ સુંદર અને હોટ છે. તેની પહેલી ફિલ્મ ધોની પર બની રહેલી બાયોપિક છે જેમાં તેની સાથે સુશાંત સિંહ રાજપૂત છે.

એમ એસ ધોની અનટોલ્ડ ફિલ્મની આખી કાસ્ટ મુંબઈમાં ફિલ્મને પ્રોમોટ કરી રહી છે. આ પ્રોમોશન દરમિયાન સુશાંત સિંહ રાજપૂત અને દિશા પટાની સાથે જોવા મળ્યા. દિશા પટાની પ્રોમોશન દરમિયાન એકદમ અલગ જ અંદાઝમાં જોવા મળી.

બોલિવૂડમાં એક નવી અભિનેત્રીની એન્ટ્રી થવા જઈ રહી છે. આ અભિનેત્રીની ભલે પહેલી ફિલ્મ પણ ના આવી હોઈ પરંતુ તે ઘણી જ લોકપ્રિય બની ચુકી છે અને બધા જ તેને ઓળખી પણ ચુક્યા છે. તમે તેને ચોકલૅટ એડમાં જોઈ હશે અને હાલમાં જ તે તેના બોયફ્રેન્ડ ટાઈગર શ્રોફ સાથે શાનદાર ડાન્સ કરતા પણ નજરે આવી હતી.

ચર્ચા તો એ પણ છે કે પહેલા બાગી ફિલ્મથી દિશા ટાઈગર શ્રોફ સાથે જ ડેબ્યૂ કરવાની હતી. પણ પછી તેની જગ્યા શ્રદ્ઘા કપૂરે લઇ લીધી.

ટાઇગર શ્રોફ સાથે પોતાના પ્રેમ સંબંધો હોવા છતાં દિશાને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી મેળવવામાં મુશ્કેલી થઇ રહી છે.

જો કે હાલ તો બાગીમાંથી નીકળ્યા બાદ દિશા ધોની ફિલ્મ દ્વારા સુશાંત રાજપૂત સાથે રોમાન્સ કરતી જોવા મળવાની છે.













Click it and Unblock the Notifications
