સન્ની દિલ્હીમાં નહીં લગાવી શકે ફેવીકૉલ ઠુમકાં
મુંબઈ, 26 ડિસેમ્બર : 31મી ડિસેમ્બરની રાત્રે જિસ્મ 2 ફિલ્મના હીરોઇન સન્ની લિયોન હોટેલ લિલતમાં યોજાનાર ન્યુ ઈયર બૅશમાં ઠુમકાં નહી લગાવી શકે, કારણ કે તેમનો વિરોધ અત્યારથી જ શરૂ થઈ ગયો છે. વિરોધ એટલા માટે થઈ રહ્યો છે, કારણ કે દિલ્હીમાં થયેલ ગૅંગ રેપ બાદ જીવન અને મૃત્યુ વચ્ચે ઝોલા ખાતી યુવતી માટે મોટાભાના દિલ્હીવાસીઓએ ન્યુ ઈયર જશ્ન નહીં ઉજવવાનો નિર્ણય કર્યો છે.

અમે અગાઉ માહિતી આપી હતી કે 2013ના સ્વાગત માટે સન્ની લિયોન આ વખતે દિલ્હી આવી રહ્યાં છે. તેઓ અહીં 31મી ડિસેમ્બરની રાત્રે દિલ્હીવાસીઓ સમક્ષ ફેવીકૉલ સૉંગ રજૂ કરનાર છે તથા ફોટો ફેવીકૉલ લગાવનાર છે, પરંતુ હવે આ ફેવીકૉલ જોડ નબળું પડતું દેખાય છે, કારણ કે દિલ્હીમાં સન્ની સામે વિરોધ શરૂ થઈ ચુક્યો છે.
દિલ્હીવાસી હાલ ગૅંગ રેપના બનાવને ભુલ્યા નથી. લોકોનું કહેવું છે કે દિલ્હી હાલ દુઃભાયેલી છે અને તે પોતે જ જ્યારે નવા વર્ષની ઉજવણી ન કરનારી હોય, ત્યારે તેઓ સન્નીના જશ્ન સાથે કઈ રીતે જોડાઈ શકે.












Click it and Unblock the Notifications
