Puneeth Rajkumar Birthday: પુનીત રાજકુમાર દીકરીઓ માટે મૂકી ગયા છે આટલા કરોડની સંપત્તિ, દાન કરી હતી આંખો
કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર પુનીત રાજકુમાર 46 વર્ષની ઉંમરે હાર્ટ એટેકના કારણે આ દુનિયા છોડીને જતા રહ્યા હતા. આજે પુનીત રાજકુમારનો જન્મદિવસ છે. આવો આ ખાસ પ્રસંગે જાણીએ તેમની કુલ સંપત્તિ વિશે જે તેઓ પોતાની દીકરીઓ અન

Puneeth Rajkumar Net Worth: કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર પુનીત રાજકુમાર 46 વર્ષની ઉંમરે હાર્ટ એટેકના કારણે આ દુનિયા છોડીને જતા રહ્યા હતા. તેના નિધન બાદ સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રી શોકમાં ડૂબી ગઈ હતી. આજે પુનીત રાજકુમારનો જન્મદિવસ છે. લોકોના મતે, પુનીત માત્ર ખૂબ જ સારા એક્ટર જ નહીં પણ એક ખૂબ જ સારા માણસ પણ હતા.
પુનીત રાજકુમારે કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાના અભિનયથી ઘણુ નામ કમાયુ. આ જ કારણ છે કે આજે પણ લોકો તેમની એક્ટિંગના વખાણ કરતા થાકતા નથી. આવો આ ખાસ પ્રસંગે જાણીએ તેમની કુલ સંપત્તિ વિશે જે તેઓ પોતાની દીકરીઓ અને પત્ની માટે છોડી ગયા છે.

બાળ કલાકાર તરીકે શરુ કરી કારકિર્દી
પુનીત રાજુકમારને કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર કહેવામાં આવતા હતા. આ મુકામ સુધી પહોંચવા માટે તેમણે ઘણી મહેનત કરી હતી. પુનીત રાજુકમારે બાળ કલાકાર તરીકે તેમની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. તમને જણાવી દઈએ કે પુનીત રાજકુમારે માત્ર 10 વર્ષની ઉંમરે નેશનલ અવૉર્ડ જીત્યો હતો. તેમના કામની સર્વત્ર પ્રશંસા થઈ હતી. બાળ કલાકાર તરીકે, પુનીત રાજકુમારે લગભગ 12 ફિલ્મોમાં કામ કર્યુ હતુ જેને લોકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી હતી.

3 આલીશાન બંગલાના માલિક
મીડિયા રિપોર્ટ્સ મુજબ કન્નડ એક્ટર પુનીત રાજકુમાર શરૂઆતના દિવસોમાં એક ફિલ્મ કરવા માટે 20થી 25 લાખ રૂપિયા લેતા હતા. તેમની વાર્ષિક આવક 50 કરોડ રૂપિયાની આસપાસ હતી. મળતી માહિતી મુજબ પુનીત રાજકુમારને મોંઘા વાહનો અને બાઇકનો ખૂબ જ શોખ હતો. એટલુ જ નહીં તેમને હીરા અને ઝવેરાત રાખવાનો પણ શોખ હતો. પુનીત રાજકુમાર પાસે ત્રણ આલીશાન બંગલા હતા જે તેઓ તેમની દીકરીઓ માટે છોડી ગયા છે. આમાંથી એક આલીશાન બંગલો હૈદરાબાદમાં છે.

250 કરોડની સંપત્તિના માલિક
તમને જણાવી દઈએ કે પુનીત રાજકુમારની કુલ સંપત્તિ લગભગ 250 કરોડ રૂપિયા હતી, જેના પર હાલમાં તેમની પત્ની અને બે પુત્રીઓનો અધિકાર છે. આ સિવાય તેમની પાસે સોનાના રૂપમાં પ્રોપર્ટી પણ હતી, જેનો ખુલાસો વર્ષ 2019માં જ થયો હતો. પુનીત રાજકુમારે પોતાની ફિલ્મી કરિયરમાં લગભગ 30 ફિલ્મોમાં કામ કર્યુ હતુ. મીડિયા રિપોર્ટ્સ મુજબ પુનીત દર મહિને લગભગ 3 કરોડ રૂપિયાની કમાણી કરતા હતા.

ફિલ્મ અપ્પૂથી મળી લોકપ્રિયતા
પુનીત રાજુકમારની લગભગ 14 ફિલ્મો લગભગ 100 દિવસ સુધી બૉક્સ ઑફિસ પર રહી. પુનીત રાજકુમાર છેલ્લે વર્ષ 2020માં રિલીઝ થયેલી ફિલ્મ 'ચક્રવ્યૂહ'માં જોવા મળ્યા હતા. પુનીતને ફિલ્મ 'અપ્પુ'થી ઘણી લોકપ્રિયતા મળી હતી. આ ફિલ્મ વર્ષ 2002માં રિલીઝ થઈ હતી. પુનીત રાજકુમારનુ બાળપણનુ નામ લોહિત હતુ. તેમના પિતા ડૉ. રાજકુમાર કન્નડ ફિલ્મ ઉદ્યોગમાં જાણીતા અભિનેતા હતા જ્યારે તેમની માતા પર્વતમ્મા રાજકુમાર ફિલ્મ નિર્માતા હતા.

લક્ઝરી ગાડીઓનો શોખ
પુનીતને લક્ઝરી વાહનો અને બાઇકનો પણ ખૂબ શોખ હતો. અભિનેતા પુનીત રાજકુમાર રેન્જ રોવર, ટોયોટા, ઑડી, જગુઆર જેવી લક્ઝરી કારના માલિક હતા. તેમની પાસે ભારતીય ચીફ બોબર મોટરબાઈક પણ હતી. આ વાહનોની કિંમત 70 લાખથી 2 કરોડ રૂપિયા સુધી હોવાનુ કહેવાય છે.

આંખોનુ કર્યુ હતુ દાન
અભિનેતા પુનીત રાજકુમાર જેટલા સારા અભિનેતા હતા તેટલા જ સારોા માણસ પણ હતા. અભિનયની સાથે સામાજિક કાર્યોમાં પણ પૂરો સહયોગ આપ્યો હતો. દુનિયા છોડીને જતી વખતે પુનીતે એક ઉમદા કાર્ય કર્યુ હતુ જેણે તમામ લોકોના દિલ જીતી લીધા હતા. પુનીત રાજકુમારે આ દુનિયામાંથી વિદાય લેતા પહેલા આંખોનું દાન કરવાનો નિર્ણય લીધો હતો. પુનીતના આ નિર્ણયના ખૂબ વખાણ થયા હતા. તમને જણાવી દઈએ કે પુનીતના પિતાએ પણ તેમની આંખોનું દાન કર્યુ હતુ.












Click it and Unblock the Notifications
