‘મખના' ગીતમાં અશ્લીલ શબ્દોના ઉપયોગ માટે હની સિંહ સામે થઈ શકે છે FIR, મહિલા પંચે પોલિસને લખ્યો પત્ર

ગાયક હની સિંહના ગીત ‘મખના' માટે પંજાબ મહિલા પંચે તેમની સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.

ગાયક હની સિંહના ગીત 'મખના' માટે પંજાબ મહિલા પંચે તેમની સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. પંજાબ મહિલા પંચના ચેરમેન મનીષા ગુલાટીએ જણાવ્યુ છે કે હની સિંહને તેમના 'મખના' ગીત માટે નોટિસ મોકલવામાં આવી છે. ગીતમાં મહિલાઓ માટે કથિત અશ્લીલ શબ્દોના ઉપયોગ માટે આ નોટિસ મોકલવામાં આવી છે. તેમણે કહ્યુ કે તેમની સામે ટૂંક સમયમાં FIR કરવામાં આવશે. પંચે આના પર સ્વતંત્ર સંજ્ઞાન લીધુ છે સાથે રાજ્ય સરકારને પણ કાર્યવાહી કરવા માટે લખ્યુ છે.

makhna

મનીષા ગુલાટીએ હની સિંહ પર કાર્યવાહી માટે પંજાબના ગૃહ સચિવ અને ડીજીપીને પત્ર લખીને ગીત પર પ્રતિબંધ લગાવવા કહ્યુ છે. તેમણે કહ્યુ કે અમે પોલિસને મખના ગીતમાં મહિલાઓ માટે અશ્લીલ શબ્દોના ઉપયોગ માટે સિંગર સામે એફઆઈઆર નોંધવા કહ્યુ છે. પંચે 12 જુલાઈ સુધી પોલિસે આના પર સ્ટેટસ રિપોર્ટ પણ માંગ્યો છે.

હની સિંહ અને નેહા કક્કડે ગાયેલુ આ ગીત થોડા મહિના પહેલા રિલીઝ થયુ હતુ. જેને હની સિંહે લખ્યુ છે. ગીતમમાં કથિત રીતે મહિલાઓ માટે કથિત અશ્લીલ લાઈનો છે. મનીષા ગુલાટીના જણાવ્યા મુજબ આ ગીતમાં હની સિંહે પોતાને 'વુમેનાઈઝર' ગણાવીને મહિલાઓના ચરિત્ર વિશે અપમાનજનક ટિપ્પણીઓ કરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X