પંજાબી ગાયક સામે મૉડેલે લગાવ્યો બળાત્કારનો આરોપ
ચંડીગઢ, 14 જૂન : ફરી એક વાર કામ અપાવવના બહાને લોકોનો ફાયદો ઉઠાવવોનો મામલો સામે આવ્યો છે. જાણીતા પંજાબી ગાયક નછત્તર ગિલ સામે એક મૉડેલે રેપ કરવાનો આરોપ લગાવ્યો છે. મૉડેલનું કહેવું છે કે ગિલે તેને એક મ્યુઝિક આલબમમાં કામ અપાવવાનું કહ્યુ હતું, પરંતુ તેમણે કાસ્ટિંના બહાને તેમની સાથે બળાત્કાર કર્યો.

મૉડેલ દ્વારા કરાયેલી ફરિયાદ બાદ પોલીસે ગાયક નછત્તરગિલ તથા તેમના ત્રણ સાથીઓ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. તેમની વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા તથા સૂચના પ્રૌદ્યોગિકીની વિવિધ કલમો હેઠળ દુષ્કર્મ, વિશ્વાસઘાત તથા ધમકી આપવાના આરોપો નોંધવામાં આવ્યાં છે. જોકે અત્યાર સુધી આ કેસમાં કોઈ પણ ધરપકડ નથી થઈ.
મૉડેલનું કહેવું છે કે ગિલે તેની સાથે અનેક વખત શારીરિક સમ્બંધો બાંધ્યા હતાં. એટલું જ નહિં, ગિલે તેને દગાપૂર્વક નશીલો પદાર્થ ખવડાવ્યું હતું અને પછી તેણે મૉડેલની કેટલીક વલ્ગર તસવીરો પણ ખેંચી હતી કે જેથી તે તેને બ્લૅકમેલ કરી શકે. મૉડેલે આ તમામ વાતો પોલીસ કમિશ્નર સામે ચાર માસ અગાઉ જણાવી હતી કે પછી પોલીસે એક તપાસ સમિતિ બનાવી હતી અને લાંબી તપાશ બાદ ગાયક નછત્તર ગિલ સામે કેસ નોંધવામાં આવ્યો છે. ગિલની ધરપકડ કરવા પોલીસ રેડ કરી રહી છે. મૉડેલના જણાવ્યા મુજબ તેણે એક બ્યુટી કૉન્ટેસ્ટમાં ભાગ લીધો હતો કે જેમાં તે રનર-અપ રહી હતી. ત્યાં ગિલ જજ હતાં. ત્યાં જ પ્રથમ વાર મૉડેલની ગિલ સાથે મુલાકાત થઈ હતી.












Click it and Unblock the Notifications
