Pushpa 2: અલ્લૂ અર્જુનની 'પુષ્પા 2'એ રિલીઝ પહેલા જ તો઼ડ્યા આ રેકૉર્ડ, આમ કરનારી બની પહેલી ભારતીય ફિલ્મ
Pushpa 2: તેલુગુ સિનેમાનો સુપરસ્ટાર અલ્લૂ અર્જુન અત્યારે ચર્ચામાં છે. હાલમાં જ તેની આગામી ફિલ્મ 'પુષ્પા 2'નું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે જે હાલમાં સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યું છે. તેની ફિલ્મ 15 ઓગસ્ટ 2024ના રોજ રીલિઝ થશે.
સમાચાર છે કે તેની રિલીઝ પહેલા જ ફિલ્મ 'પુષ્પા - ધ રૂલ' એ તેના સંગીત અધિકારોને લઈને 'જવાન', 'RRR', 'સાહો' અને 'બાહુબલી 2' જેવી ફિલ્મોને પાછળ છોડી દીધી છે. નિર્દેશક સુકુમારની આ ફિલ્મમાં દેવી શ્રી પ્રસાદ ઉર્ફે ડીએસપીએ સંગીત આપ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મના મ્યુઝિક રાઇટ્સ 65 કરોડ રૂપિયામાં વેચાયા છે.

તમને જણાવી દઈએ કે તેલુગુ સિવાય ફિલ્મ 'પુષ્પા ધ રાઇઝ'ના ગીતો હિન્દી અને તમિલમાં પણ ખૂબ જ હિટ રહ્યા હતા. હવે 'પુષ્પા-ધ રૂલ'ના સંગીતને લઈને લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. માહિતી અનુસાર, તેની આગામી ફિલ્મ 'પુષ્પા 2'નું ટીઝર સુપરસ્ટાર અલ્લૂ અર્જુનના જન્મદિવસના ખાસ અવસર પર એટલે કે 8 એપ્રિલ 2024ના રોજ રિલીઝ કરવામાં આવ્યું હતું.
ફિલ્મના ટીઝરમાં, લોકોએ સંગીતકાર દેવી શ્રી પ્રસાદ ઉર્ફે ડીએસપીના બીટ પર ડાન્સ કરતા અલ્લુ અર્જુનનો એક અલગ જ લુક સાડી અને ઘુંઘરુ પહેરેલો જોયો હતો. ટીઝરમાં સંગીતકાર ડીએસપીની ટ્યુન લોકોને પસંદ આવી રહી છે.
ફિલ્મ 'પુષ્પા 2'નું આ દમદાર ટીઝર યુટ્યુબ પર રિલીઝ થતાની સાથે જ તેણે થોડા જ કલાકોમાં સૌથી ઝડપી લાઈક ફિલ્મના ટીઝરનો રેકોર્ડ બનાવી લીધો છે. પાછલી ફિલ્મની જેમ આ વખતે પણ સાઉથની જાણીતી અભિનેત્રી રશ્મિકા મંદન્ના અલ્લુ અર્જુન સાથે જોવા મળશે. આ સિવાય મલયાલમ સિનેમાના શાનદાર અભિનેતા ફહદ ફાસીલ પણ આ ફિલ્મમાં જોવા મળશે.












Click it and Unblock the Notifications
