Pushpa 2 Teaser: અલ્લૂ અર્જુને બર્થડે પર ફેન્સને આપી મોટી સરપ્રાઈઝ, 'પુષ્પા 2'નુ ધમાકેદાર ટીઝર રિલીઝ
Pushpa 2 Teaser Out: સાઉથના સ્ટાઈલિશ સુપરસ્ટાર અલ્લૂ અર્જુને તેની આગામી ફિલ્મ 'પુષ્પા 2-ધ રૂલ'થી લોકોનું મનોરંજન કરવા માટે જોરશોરથી તૈયારી કરી દીધી છે. લોકો પણ આ ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. લોકોના ઉત્સાહને વધારતા ફિલ્મ મેકર્સે ફિલ્મનું ટીઝર રિલીઝ કર્યુ છે.
અલ્લૂ અર્જુન, રશ્મિકા મંદાના અને ફહાદ ફાઝિલની મોસ્ટ અવેટેડ આગામી ફિલ્મ 'પુષ્પા 2'નું ધમાકેદાર ટીઝર આજે એટલે કે 8 એપ્રિલ 2024ના રોજ રિલીઝ કરવામાં આવ્યું છે. પુષ્પા રાજનો એ જ જાદુ અને શ્રીવલ્લીની એ જ સ્ટાઈલ ફરી એકવાર ટીઝરમાં જોઈ શકાય છે. લોકો ટીઝરને ખૂબ પસંદ કરી રહ્યા છે.

અલ્લૂ અર્જુન આજે તેનો 42મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. આ ખાસ અવસર પર, ફિલ્મ નિર્માતાઓએ તેની ફિલ્મનું ટીઝર રિલીઝ કરવાની યોજના બનાવી હતી અને અભિનેતાના ચાહકો માટે આ સરપ્રાઈઝનું આયોજન કર્યું હતું. પોતાના જન્મદિવસના ખાસ અવસર પર અલ્લૂ અર્જુન પણ ઘરની બહાર આવ્યો અને તમામ ચાહકોને મળ્યો.
તમને જણાવી દઈએ કે વર્ષ 2021માં રિલીઝ થયેલી ફિલ્મ 'પુષ્પા-ધ રાઈઝ'માં પુષ્પા રાજ અને શ્રીવલ્લીની લવ સ્ટોરી પણ લાલ ચંદનની તસ્કરી વચ્ચે બતાવવામાં આવી હતી. ફિલ્મમાં ઘણો ફેમિલી ડ્રામા હતો. પહેલા ભાગના છેલ્લા દ્રશ્યમાં પુષ્પા અને શ્રીવલ્લી લગ્ન કરે છે. તે પહેલા શેખાવત (ફહાદ ફાઝીલ) સાથે પુષ્પાનું શબ્દયુદ્ધ પણ જોવા મળે છે. હવે આગળની વાર્તા તેના બીજા ભાગમાં બતાવવામાં આવશે.
માહિતી અનુસાર, ફિલ્મનું ટીઝર રિલીઝ થાય તે પહેલા તેના લીડ હીરો અલ્લૂ અર્જુને ફિલ્મનું પોતાનું નવું પોસ્ટર શેર કરીને ચાહકોને ભેટ આપી હતી. તેણે કેપ્શનમાં જણાવ્યું કે ફિલ્મનું ટીઝર 8 એપ્રિલ 2024ના રોજ રિલીઝ થશે. આ પોસ્ટરમાં અલ્લુ અર્જુનને હાથમાં કુહાડી પકડતો જોઈ શકાય છે અને તે સિંહાસન પર બેઠો છે, જાણે તેણે સંપૂર્ણ સત્તા મેળવી લીધી હોય.
ફિલ્મ 'પુષ્પા 2- ધ રૂલ'માં અલ્લુ અર્જુન, રશ્મિકા મંદાના અને ફહાદ ફાઝિલ ઉપરાંત ધનંજય, રાવ રમેશ, સુનીલ અને અનસૂયા ભારદ્વાજ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મનું બજેટ લગભગ 500 કરોડ રૂપિયા છે. આ ફિલ્મ 15 ઓગસ્ટ 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.












Click it and Unblock the Notifications
