For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બોમનના પુત્ર દાનિશ સામે કરોડોના કૌભાંડનો આરોપ

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 8 જાન્યુઆરી : એક મોટા અને માઠા સમાચાર સિને જગતમાંથી આવે છે. જાણીતા અભિનેતા બોમન ઈરાનીના પુત્ર દાનિશ ઈરાની સામે કરોડોના કૌભાંડનો આરોપ લગાવાયો છે. તેઓ સામે મલ્ટીલેવલ માર્કેટિંગ ફર્મ ક્યૂનેટમાં થયેલ 425 કરોડ રુપિયાના કૌભાંડમાં સંકળલાયેલા હોવાનો ખુલાસો થયો છે. આ માહિતી પોલીસે મીડિયાને આપી છે. પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું છે કે ગત વર્ષે જ ફરિયાદી ગુરપ્રીત સિંહ આનંદે મલ્ટીલેવલ માર્કેટિંગ ફર્મ ક્યૂનેટના નેતૃત્વ હેઠળ લગભગ 425 કરોડ રુપિયાના કૌભાંડ અંગે બોમનના પુત્ર દાનિશ સામે ફરિયાદ નોંધાવી હતી અને આજે તેમણે તપાસ એજંસીને બે પાનાની ફરિયાદ મોકલી છે કે જેમાં દાનિશનું નામ છે.

bomanirani
ગુરપ્રીતે જણાવ્યું છે કે બોમનના પુત્ર દાનિશે કરોડો રુપિયા આ કૌભાંડમાં કમાવ્યાં છે. જોકે બોમન ઈરાનીનું નામ આ કૌભાંડમાં નામ નથી. પોલીસ દાનિશના બૅંક ઍકાઉંટ્સની તપાસ કરી રહી છે. ગુરપ્રીતે જણાવ્યું કે બોમન ઈરાની પોતે ક્યૂનેટ સાથે જોડાયેલા હતાં. તેથી બોમનના નામે લોકો પણ ક્યૂનેટ સાથા જેડોયાં, પરંતુ બોમન જેવા પ્રામાણિક વ્યક્તિના પુત્ર દાનિશની દાનત બગડી. ગુરપ્રીતે જણાવ્યું કે દાનિશ ઈરાની સાથે બોમન ઈરાનની કોઈ ભૂમિકા જોડાયેલી નથી.

નોંધનીય છે કે મુન્નાભાઈ એમબીબીએસ ફિલ્મ દ્વારા બોમન ઈરાનીએ બૉલીવુડમાં ખાસ ઓળખ બનાવી છે. તે પછી તેઓ લગે રહો મુન્નાભાઈ અને 3 ઈડિયટ્સ જેવી સફળ ફિલ્મો દ્વારા બૉલીવુડમાં રાતોરાત સ્ટારબની ગયાં. આજકાલ બોમન ઈરાની ફરાહ ખાન દિગ્દર્શિત હૅપ્પી ન્યુ ઈયર ફિલ્મના કારણે ચર્ચામાં છે કે જેમાં શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણે તેમજ અભિષેક બચ્ચન પણ છે.

English summary
Mumbai Police is probing the alleged role of actor Boman Irani's son in the Rs 425-crore scam allegedly spearheaded by a multi-level marketing firm QNet, in which he earned a 'substantial amount of money', a senior police official said on Tuesday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X