Pics : શરાબ અને સિગાર સાથે ક્વીન ઑફ હૉટ બની કંગના!

મુંબઈ, 5 મે : બૉલીવુડમાં પોતાની ખાસ ફૅશન સ્ટાઇલ માટે જાણીતા કંગના રાણાવત આજકાલ પોતાની ફિલ્મી સફળતાઓના પગલે પણ ખૂબ જ ચર્ચા અને ડિમાંડ છે. કંગનાની છેલ્લી ફિલ્મ રિવૉલ્વર રાણીએ ભલે કોઈ ખાસ કમાલ ન કરી હોય, પરંતુ તે પહેલાની ફિલ્મ ક્વીનનો જાદૂ હજી સુધી ઓસર્યો નથી અને એટલે જ તો જીક્યૂ મૅગેઝીને તેમને ધ ક્વીન ઑફ હૉટ તરીકે સંબોધ્યાં છે.

હા જી, કંગના રાણાવત જીક્યૂ મૅગેઝીનની મે આવૃત્તિના કવર ગર્લ બન્યાં છે અને આ માટે તેમણે જે ફોટોશૂટ કરાવ્યું છે, તેમાં કંગના શરાબ તથા સિગાર સાથે સાચે જ પોતાને ક્વીન ઑફ હૉટ સાબિત કરી રહ્યાં છે. કંગના રાણાવતનું આ હૉટ ફોટોશૂટ ટૂ પીસ કપડામાં એટલે કે બિકિની અને લિંગરીમાં છે કે જેને જોઈને અચ્છા-અચ્છાના હોશ ઉડી જાય.

વિશ્વાસ નથી થતો? તો પોતે જ જોઈ લ્યો આ હૉટ ફોટોશૂટ :

જીક્યૂના કવર ગર્લ કંગના

જીક્યૂના કવર ગર્લ કંગના

કંગના રાણાવતને જીક્યૂ મૅગેઝીને પોતાની મે આવૃત્તિના કવર ગર્લ બનાવ્યાં છે અને તેમને ધ ક્વીન ઑફ હૉટ તરીકે ટૅગ આપ્યો છે.

કલર્ડ આઉટફિટમાં કંગના

કલર્ડ આઉટફિટમાં કંગના

કંગના રાણાવત કવર પેજ પર ન્યુડ કલર્ડ આઉટફિટમાં ભવ્ય અને ભભકાદાર લાગી રહ્યાં છે. વિજેન્દ્ર ભારદ્વાજે તેમને આ લુક આપ્યો છે અને તરુણ વિશ્વાએ આ શૉટ લીધો છે.

શરાબ-સિગારે બનાવ્યા હૉટ

શરાબ-સિગારે બનાવ્યા હૉટ

કંગના રાણાવતે જીક્યૂ મૅગેઝીન માટે હૉટ ફોટોશૂટ પણ કરાવ્યું છે કે જેમાં શરાબ અને સિગારે તેમને વધુ હૉટ બનાવી દીધાં છે.

સ્થાપિત અભિનેત્રી

સ્થાપિત અભિનેત્રી

કંગના રાણાવતે પોતાની જાતને ગૅંગસ્ટર, ફૅશન, તનુ વેડ્સ મનુ તથા ક્વીન જેવી ફિલ્મો વડે બૉલીવુડમાં સાબિત અને સ્થાપિત કર્યાં છે.

અભિનયના ક્વીન

અભિનયના ક્વીન

ક્વીન ફિલ્મમાં કંગનાના અભિનયના તો બિગ બી અમિતાભ બચ્ચનથી લઈ મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન સુધીની તમામ હસ્તીઓએ વખાણ કર્યાં છે.

અપેક્ષાથી વધુ સફળતા

અપેક્ષાથી વધુ સફળતા

ક્વીન ફિલ્મને અપેક્ષાથી વધુ સફળતા મળી છે. ફિલ્મના પહેલા ભાગની જેમ જ બીજો ભાગ પણ શાનદાર છે કે જે સામાન્ય રીતે બૉલીવુડ ફિલ્મોમાં બહુ ઓછું જોવા મળે છે.

પણ અલકા વખણાઈ

પણ અલકા વખણાઈ

27 વર્ષીય કંગનાની છેલ્લી ફિલ્મ રિવૉલ્વર રાણી ફ્લૉપ સાબિત થઈ, પરંતુ અલકા સિંહ તરીકેના પાત્રમાં તેમને ભરપૂર વખાણ મળ્યાં.

હવે ઇરફાન સાથે રોમાંસ

હવે ઇરફાન સાથે રોમાંસ

રિવૉલ્વર રાણીના નબળા પ્રદર્શન છતાં ફિલ્મના દિગ્દર્શક સાઈ કબીર કંગના રાણાવત સાથે કામ કરવા તત્પર છે અને એટલે જ તેઓ હવે કંગનાને ઇરફાન ખાન સાથે રોમાંસ કરાવવાની તૈયારી કરી રહ્યાં છે. ફિલ્મનું નામ છે ડિવાઇન લવર્સ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X