સુહાગરાતે એકલી રહી જતી યુવતીની વાર્તા છે ક્વીન
મુંબઈ, 7 ઑક્ટોબર : ખૂબ જ ટુંક સમયમાં દર્શકો વચ્ચે લોકપ્રિય થયેલ સેક્સી અભિનેત્રી કંગના રાણાવતના કૅરિયર ગ્રાફ પર નજર નાંખીએ, તો સ્પષ્ટ છે કે જે રીતે તેમણે ચૅલેંજિંગ રોલ કર્યાં, તેથી તેઓ ચર્ચાના કેન્દ્રમાં રહ્યાં છે. એક બાજુ 15મી નવેમ્બરે તેમની ફિલ્મ રજ્જો રિલીઝ થઈ રહી છે, તો તે અગાઉ 1લી નવેમ્બરે રિલીઝ થનાર ક્રિશ 3 ફિલ્મમાં પણ તેમનો મહત્વનો રોલ છે. હવે કંગનાની ચર્ચા તેમની વધુ એક ફિલ્મ ક્વીન માટે થઈ રહી છે.

કહે છે કે ક્વીન ફિલ્મમાં કંગનાનો રોલ સ્વર્ગસ્થ હૉલીવુડ અભિનેત્રી મર્લિન મુનરોના જીવન પર આધારિત છે. જોકે કંગનાએ આ વાતને ફગાવતાં જણાવ્યું કે ક્વીન એક ખૂબ જ ભોળી છોકરીની વાર્તા છે કે જે દિલ્હીના એક ઉપનગરીય વિસ્તારમાં રહે છે. આ છોકરી પોતાની સુહાગરાતે એકલી રહી જાય છે. તે સુહાગરાતે કેમ એકલી રહી જાય છે? આ જાણવા માટે આપે ફિલ્મ જોવી પડશે. કંગનાએ જણાવ્યું કે ક્વીન એક પાત્ર છે કે જે હું ભજવીશ. તે અત્યાર સુધીનો બહુ જ લાગણીશીલ અને નબળી છોકરીનો રોલ હશે. આ મર્લિન મુનરો કે મનોરંજન વ્યાપાર સાથે સંબંધિત નથી.
નોંધનીય છે કે 18માં બ્રુસાલ ફિલ્મોત્સવના એશિયન સિનેમા સંભાગમાં ક્વીનનું વર્લ્ડ પ્રીમિયર યોજાવાનું છે. ફિલ્મના દિગ્દર્શક વિકાસ બહેલ છે. ગૅંગસ્ટર, ફૅશન તથા તનુ વેડ્સ મનુ જેવી ફિલ્મોમાં મહત્વની ભૂમિકાઓ ભજવી ચુકેલા કંગના રાણાવત કહે છે કે તેમની વધુ એક ફિલ્મ રિવૉલ્વર રાણીમાં પણ તેમનો રોલ મુશ્કેલ છે.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો









Click it and Unblock the Notifications
