Pics-Video : કંગનાના તાલે ‘લંડન ઠુમકદા...’
મુંબઈ, 3 જાન્યુઆરી : કંગના રાણાવતની આગામી ફિલ્મ ક્વીન આજકાલ ચર્ચામાં છે. કંગનાએ તાજેતરમાં જ હાલ લગ્ન નહીં કરવાનો ઇરાદો નથી એમ કહી ચર્ચા જગાવી હતી, તો હવે તેમની ફિલ્મ ક્વીનનું પહેલુ ગીત પણ લોકોના મનમાં વશી રહ્યું છે.
વિકાસ બહલ દિગ્દર્શિત ક્વીન ફિલ્મનું પ્રથમ ગીત રિલીઝ થઈ ગયું છે અને તેના બોલ છે લંડન ઠુમકદા... આ એક લગ્ન ગીત છે કે જેમાં કંગના રાણાવત દુલ્હન તરીકે દેખાઈ રહ્યાં છે. ગીતમાં સમ્પૂર્ણપણે લગ્નનો માહોલ દેખાય છે. ગીતના બોલ ખૂબ જ ચટપટા છે. આ અગાઉ તનુ વેડ્સ મનુ ફિલ્મમાં કંગના રાણાવતના સાડ્ડી ગલી તથા જુગની.. ગીતો પણ લોકપ્રિય થયા હતાં.
આવો તસવીરો સાથે વીડિયોમાં પણ માણીએ લંડન ઠુમકદા... ગીત :

અમિતે કમ્પોઝ કર્યું
લોકધુન ધરાવતા લંડન ઠુમકદા... ગીત અમિત ત્રિવેદીએ કમ્પોઝ કર્યું છે.

ગીતકાર અનવિતા
લંડન ઠુમકદા... ગીત અનવિતા દત્તે લખ્યું છે.

ત્રણ ગાયકો
લંડન ઠુમકદા... ગીતમાં લભ જાંજુઆ, સોનૂ કક્કડ તેમજ નેહા કક્કડે સ્વર આપ્યાં છે.

દેસી કંગના
28મી ફેબ્રુઆરીએ રિલીઝ થતી ક્વીન ફિલ્મમાં કંગના રાણાવત પ્યોર દેસી અંદા

રાનીની વાર્તા
ક્વીન ફિલ્મની વાર્તા હનીમૂને એકલી જતી છોકરી રાનીની છે.
માણો લંડન ઠુમકદા
ક્વીન ફિલ્મનું ગીત લંડન ઠુમકદા... માણવા માટે વીડિયો ઉપર ક્લિક કરો.












Click it and Unblock the Notifications
