આજે પણ લોકોના હૃદયમાં જીવે છે પંચમ દા...
મુંબઈ, 4 જાન્યુઆરી : આત્મીય સંગીતના જાદુગર આર. ડી. બર્મન આજે પણ લોકોના હૃદયમાં જીવે છે. આ કથન કોઈ સંગીતકાર કે ગાયકનું નહીં, પણ તેમનું છે કે જેઓ આર. ડી. બર્મનના ગીતોના દીવાના છે. આજે સંગીતકાર આર. ડી. બર્મન ઉર્ફે પંચમ દાની પુણ્યતિથિ છે.

નોંધનીય છે કે રાહુલ દેવ એટલે કે આર. ડી. બર્મનનો જન્મ 27મી જૂન, 1939ના રોજ થયો હતો. સંગીત તો તેમને પિતા એસ. ડી. બર્મન પાસેથી વારસામાં મળ્યુ હતું. પશ્ચિમી સંગીતને ભારતીય સંગીતમાં મિક્સ કરી રજુ કરનાર પંચમ દાએ એકથી ચડિયાતી એક ધુનો બનાવી છે. તેમાં ચુરા લિયા હૈ તુમને જો દિલ કો... થી લઈ 1942 ઍ લવ સ્ટોરી ફિલ્મના ગીતોનો પણ સમાવેશ થાય છે.












Click it and Unblock the Notifications
