#OfficialTrailer: એક્શન અને રોમાન્સથી ભરપૂર ફિલ્મ રાબતા..
સુશાંત સિંહ રાજપૂત અને કૃતિ સેનનની ફિલ્મ રાબતાનું ઓફિશિયલ ટ્રેલર.
સુશાંત સિંહ રાજપૂત અને કૃતિ સેનન ની આગામી ફિલ્મ રાબતાનું ટ્રેલર ફાઇનલી લોન્ચ થઇ ગયું છે. આ ફિલ્મનું શૂટિંગ શરૂ થયું ત્યારથી બંન્ને એકબીજાને ડેટ કરી રહ્યાં હોવાની ખબરોએ જોર પકડ્યું હતું. આ કારણે જ ફેન્સમાં આ ફિલ્મના ટ્રેલરને લઇને ખાસ ઉત્સાહ હતો. વળી આ બંન્ને પહેલીવાર કોઇ ફિલ્મમાં સાથે જોવા મળશે.
સુશાંત અને કૃતિએ પણ તેમના ફેન્સને નિરાશ નથી કર્યાં, ફિલ્મના ટ્રેલરમાં તેમની લાજવાબ કેમેસ્ટ્રિ જોવા મળે છે. ટ્રેલર પરથી જ ખબર પડે છે કે આ ફિલ્મમાં રોમાન્સની સાથેસાથ એક્શન પણ હશે.
સુશાંત અને કૃતિની જોડી ખૂબ સુંદર લાગી રહી છે. બોલિવૂડમાં ઘણા ટાઇમથી આ બંન્નેના અફેરની ચર્ચાઓએ જોર પકડ્યું છે, પરંતુ બેમાંથી કોઇએ પણ ખુલીને ક્યારેય આ અંગે વાત નથી કરી. આવી ચર્ચાઓને કારણે ફિલ્મ જોવાનો ઉત્સાહ લોકોમાં વધી જાય છે.
કૃતિ-સુશાંતની ફિલ્મ રાબતાનું ટ્રેલર જુઓ અહીં..
What Others are Reading














Click it and Unblock the Notifications
