શહેનાઝ ગિલ અને રાઘવ જુયાલ રિલેશનશિપમાં છે? આખરે એક્ટરે જણાવી સંબંધની સચ્ચાઈ
Shehnaaz Gill Raghav Juyal: બિગ બૉસ સિઝન 13થી લોકપ્રિય થયેલી જાણીતી એક્ટર શહેનાઝ ગિલનુ હાલમાં ડાંસર રાઘવ જુયાલ સાથે નામ જોડાઈ રહ્યુ છે.
કહેવાય છે કે શહેનાઝ ગિલ અને રાઘવ જુયાલ એકબીજાને ચોરી-છૂપે ડેટ કરી રહ્યા છે. બંનેના રિલેશનશિપની અફવાઓએ હાલમાં જોર પકડ્યુ છે. આ દરમિયાન રાઘવ જુયાલે ડેટિંગના સમાચારો પર મૌન તોડ્યુ છે.

શહનાઝ ગિલ અને રાઘવ જુયાલ સલમાન ખાનની ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન'માં સાથે જોવા મળશે. ટ્રેલરના લૉન્ચ ઈવેન્ટમાં સલમાને બંનેના પ્રેમ સંબંધનો સંકેત આપતાં શહનાઝને મૂવ ઑન કરવાનુ કહ્યુ હતુ. ત્યારથી શહનાઝ ગિલ અને રાઘવ જુયાલ તેમના અફેરની અફવાઓના કારણે સતત ચર્ચામાં છે.
હવે રાઘવ જુયાલે આ સમગ્ર મામલે મૌન તોડ્યુ છે અને શહનાઝ ગિલને ડેટ કરવાના સમાચારોની સચ્ચાઈ જણાવી છે. રાઘવ જુયાલે ડીએનએને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યુ, 'ઈન્ટરનેટ પર જે વસ્તુઓ છે તે તેમના સુધી પહોંચતી નથી. જો કે તેઓ જાણતા નથી કે તે સાચુ છે કે ખોટુ, જ્યાં સુધી તેઓ પોતે જુએ કે સાંભળે નહીં.
રાઘવ જુયાલે વધુમાં કહ્યુ, 'એવુ નથી અને થશે પણ નહિ કારણ કે મારી પાસે આ બધી બાબતો માટે સમય નથી. હું ડબલ શિફ્ટમાં કામ કરુ છુ. મારી હાલત એવી છે કે મારી પાસે આ બધી બાબતો માટે સમય નથી.' રાઘવે આગળ કહ્યુ, હું ઈચ્છુ છું કે લોકો મને એક સારા એક્ટર, હોસ્ટ અને ડાન્સર તરીકે ઓળખે.'
તમને જણાવી દઈએ કે શહનાઝ ગિલ સલમાન ખાનની અપકમિંગ ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન'થી બૉલિવુડમાં ડેબ્યૂ કરી રહી છે. જ્યારે રાઘવ જુયાલ અત્યાર સુધી ઘણી ફિલ્મોમાં જોવા મળ્યો છે. ફિલ્મમાં શહનાઝ અને રાઘવ જુયાલ એકબીજા સાથે જોવા મળશે. આ ફિલ્મ 21 એપ્રિલ 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફિલ્મમાં એક્શન, રોમાન્સ અને ફેમિલી ડ્રામા છે. હાલમાં લોકો આ ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.












Click it and Unblock the Notifications
