રાગિણી એમએમએસ 2 મારા માટે વેરી ડિફરંટ મૂવી : સન્ની
મુંબઈ, 8 જાન્યુઆરી : પોર્ન સ્ટાર સન્ની લિયોને જણાવ્યું છે કે રાગિણી એમએમએસ 2 ફિલ્મ તેમના માટે એકદમ ડિફરંટ મૂવી છે. એકતા કપૂર પ્રોડક્શનની આ ફિલ્મ માટે વ્યસ્ત સન્નીએ જણાવ્યું કે આ ફિલ્મ એક સુપર નૅચરલ પાવર સાથે સંકળાયેલી છે. તેનો રોલ કરતી વખતે સન્ની લિયોન થોડાંક નર્વસ થઈ ગયા હતાં. તેમને સમજાતું નહોતું કે તેઓ શું કરે? પરંતુ પછી બધુ ઠીકઠાક થઈ ગયું.
આ માહિતી સન્ની લિયોને પોતે મીડિયાને આપી છે. પોર્નની દુનિયાના સુંદર અને મોટા કલાકાર સન્ની લિયોન ફિલ્મ રાગિણી એમએમએસ 2 અંગે યોજાયેલ એક વર્કશોપમાં હાજર રહ્યા હતાં. તેઓ પ્રથમ વાર કોઈ ફિલ્મના વર્કશોપમાં હાજર હતાં. તેથી તેમને થોડોક ખચકાટ અનુભવાતો હતો અને નર્વસનેસ થઈ રહી હતી. રાગિણી એમએમએસ 2નું દિગ્દર્શન ભૂષણ પટેલ કરી રહ્યાં છે. ફિલ્મ અંગે હમણાં સુધી કોઈ ખુલાસો કરાયો નથી.
કહે છે કે ફિલ્મ એક સસ્પેંસ થ્રિલર છે કે જે લોકોને ડરાવી પણ શકે છે. રાગિણી એમએમએસમાં પણ આ જ પ્રકારની સ્ટોરી હતી. તેથી લોકોનું માનવું છે કે પાર્ટ 2 પણ એવો જ હશે. ખેર ફિલ્મ અંગે સન્ની લિયોન ખૂબ મહેનત કરી રહ્યાં છે. સન્ની આ ફિલ્મમાં પોતે પોતાનો અવાજ આપશે. તેમના અવાજની ડબિંગ નહીં કરાય.












Click it and Unblock the Notifications
