For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાહુલ ગાંધીના ક્લીન શેવ લુકની દિવાની છે નેહા ધૂપિયા

|
Google Oneindia Gujarati News

બૉલીવુડમાં માત્ર સેક્સ અને શાહરૂખ ખાન વેચાય છે તેવું કહેનારી સેક્સી અભિનેત્રી નેહા ધૂપિયાનું દિલ હાલના દિવસે કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધી પર આવ્યું છે. મેડમનું કહેવું છે કે, તેમને રાહુલ ગાંધી ક્લીન શેવમાં વધારે સારા લાગે છે. તેથી તેમણે રાહુલ ગાંધીની સલાહ આપી છે કે, તે દાઢી-મૂછ વાળા લૂકના બદલે ક્લીન શેવ થઇ જાય. ઇન્દોરમાં એક જીલેટ લેજરની જાહેરાત કરવા પહોંચેલી નેહા ધૂપિયાએ મીડિયાને ઉક્ત વાત જણાવી હતી.

neha-rahul
નેહાએ કહ્યું કે ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની જેમ રાહુલે દાઢી રાખવી જોઇએ નહીં, કારણ કે તે ક્લીન શેવમાં વધારે સારા લાગે છે, અથવા તો એમ કહો કે ક્લીન શેવમાં રાહુલ ગાંધી કિલર લુક આપે છે. નેહાએ મોદી અને રાહુલના લુકની તુલના પણ કરી નાંખી હતી.

નેહાએ કહ્યું કે મોદીની તુલનામાં રાહુલ ગાંધી ઘણા જવાન છે, તેથી તેમણે વધારે ક્લીન શેવમાં રહેવું જોઇએ, તેમના પર દાઢી સારી નથી લાગતી. નેહાએ કહ્યું કે, રાહુલ ગાંધી ઉપરાંત ક્લીન શેવમાં સચિન તેંડુલકર અને અભિનેતા આમિર ખાન પણ વધુ પસંદ છે. જો કે, આ પ્રકારનું નિવેદન આપનારી નેહા પહેલી બૉલીવુડ સેલિબ્રિટી નથી, આ પહેલા રાખી સાંવતે પણ રાહુલ ગાંધીની ક્લીન શેવના વખાણ કરી ચૂકી છે.

English summary
Rahul Gandhi looks good when he is clean shaven said hot actress Neha Dhupia. Neha also denied that girls like rugged looks.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X