Rahul Mody Net Worth: કોણ છે રાહુલ મોદી, જેને ડેટ કરી રહી છે શ્રદ્ધા કપૂર, જાણો કેટલી છે નેટવર્થ?
Who is Rahul Mody and His Networth: અભિનેત્રી શ્રદ્ધા કપૂર આ દિવસોમાં પોતાની લવ લાઈફને લઈને ચર્ચામાં છે. રિપોર્ટ્સ અનુસાર, શ્રદ્ધા કપૂર આ દિવસોમાં રાહુલ મોદીને ડેટ કરી રહી છે. તાજેતરમાં જ શ્રદ્ધાએ રાહુલ મોદી સાથેના તેના સંબંધોની પુષ્ટિ કરી છે.
થોડા સમય પહેલા જામનગરમાં અંબાણી ફેમિલી ફંક્શનમાં શ્રદ્ધા કપૂર રાહુલ મોદી સાથે જોવા મળી હતી. ત્યારથી, લાંબા સમયથી તેમના ડેટિંગના અહેવાલો હતા. હવે પહેલીવાર શ્રદ્ધા કપૂરે પોતાના સંબંધો પર ખુલીને પ્રતિક્રિયા આપી છે. ચાલો જાણીએ કોણ છે રાહુલ મોદી અને તેઓ શું કરે છે અને કેટલી કમાણી કરે છે?

રાહુલ મોદી 'તુ જૂઠી મેં મક્કાર'ના લેખક છે. આ ફિલ્મમાં શ્રદ્ધા કપૂર ફીમેલ લીડ હતી. આ સિવાય રાહુલ 'પ્યાર કા પંચનામા 2' અને 'સોનુ કે ટીટુ કી સ્વીટી' જેવી ફિલ્મો માટે સ્ક્રિપ્ટ રાઈટર રહી ચૂક્યા છે. રાહુલના પિતા આમોદ બિઝનેસમેન છે. ફિલ્મોમાં ઊંડી રુચિને કારણે રાહુલ પારિવારિક વ્યવસાયમાં જોડાયો નહીં અને ફિલ્મ લાઈનમાં આવ્યો.
રાહુલ મોદી અને શ્રદ્ધા કપૂરની પહેલી મુલાકાત 'તુ જૂઠી મેં મક્કાર'ના સેટ પર થઈ હતી. જે બાદ બંને રિલેશનશિપમાં બંધાઈ ગયા હતા. રિપોર્ટ્સ અનુસાર, રાહુલ મોદી પહેલા શ્રદ્ધા કપૂર રોહન શ્રેષ્ઠને ડેટ કરતી હતી. રોહન વ્યવસાયે ફોટોગ્રાફર હતો 7 વર્ષના સંબંધ પછી બંનેનું 2022માં બ્રેકઅપ થયું હતું. 31 વર્ષના રાહુલ મોદીની નેટવર્થ વિશે વાત કરીએ તો તેમની કુલ સંપત્તિ 1-2 મિલિયન યુએસ ડૉલર છે.












Click it and Unblock the Notifications
