પૉર્નૉગ્રાફી કેસઃ અબજોના માલિક છે ધરપકડ કરાયેલ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રા, જાણો તેમની સંપત્તિ વિશે

શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની મુંબઈ પોલિસ ક્રાઈમ બ્રાન્ચે સોમવારે મોડી રાતે પૂછપરછ કર્યા બાદ ધરપકડ કરી લીધી. આવો, જાણીએ કેટલી સંપત્તિના માલિક છે રાજ કુંદ્રા.

મુંબઈઃ અશ્લીલ ફિલ્મો બનાવવા અને કોઈ એપ દ્વારા તેને રિલીઝ કરવા બાબતે બૉલિવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની મુંબઈ પોલિસ ક્રાઈમ બ્રાન્ચે સોમવારે મોડી રાતે પૂછપરછ કર્યા બાદ ધરપકડ કરી લીધી. પોલિસે પોતાના નિવેદનમાં એ સ્પષ્ટ રીતે કહ્યુ છે કે તેમના પાસે રાજ કુંદ્રા સામે બધા પુરાવા છે અને તેના આધારે જ તેમની ધરપકડ કરવામાં આવી છે. રાજ કુંદ્રાની ધરપકડનો વીડિયો પણ સામે આવ્યો હતો જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે(નીચે જુઓ વીડિયો). ઉલ્લેખનીય છે કે રાજ કુંદ્રાની ગણતરી શહેરના સૌથી વધુ સંપત્તિના માલિક તરીકે થાય છે. આવો, જાણીએ કેટલી સંપત્તિના માલિક છે રાજ કુંદ્રા.

10 કંપનીમાં ભાગીદારી, મહિનામાં રાજ કુંદ્રાની કરોડોની કમાણી

10 કંપનીમાં ભાગીદારી, મહિનામાં રાજ કુંદ્રાની કરોડોની કમાણી

શિલ્પા શેટ્ટી એક અભિનેત્રી છે જ્યારે રાજ કુંદ્રા એક બિઝનેસમેન કે જે એક મહિનામાં કરોડોની કમાણી કરે છે. રાજ કુંદ્રા અને શિલ્પા શેટ્ટી મુંબઈમાં એક આલીશાન જિંદગી જીવે છે. મીડિયા રિપોર્ટસ મુજબ રાજ કુંદ્રાની 10 મોટી અને વિવિધ કંપનીઓમાં ભાગીદારી છે. જણાવવામાં આવે છે કે તે દર મહિને 100 કરોડથી વધુની કમાણી કરે છે. આનાથી તમે ખુદ અંદાજ લગાવી શકો છો કે વર્ષે કેટલી કમાણી થઈ શકે છે.

2700 કરોડ છે રાજ કુંદ્રાની કુલ સંપત્તિ

2700 કરોડ છે રાજ કુંદ્રાની કુલ સંપત્તિ

મીડિયા રિપોર્ટ મુજબ રાજ કુંદ્રાની કુલ સંપત્તિ 2700 કરોડથી વધુ જણાવાઈ રહી છે. લક્ઝરી ગાડીનુ કલેક્સન પણ તેમની અમીરી વિશે જણાવે છે. કહેવાય છે કે રાજ કુંદ્રા હીરાનો વેપાર પણ કરે છે. ત્યારબાદ તેમણે ઘણા બધા બિઝનેસ કર્યા છે. 10 કંપનીઓમાં તેમની ભાગીદારી છે. લંડનની કંપની ટ્રેડકૉર્પ લિમિટેડના તેઓ નિર્દેશક અને સીઈઓ છે.

10 વર્ષમાં તેમની નેટ વર્થ 80 ટકાથી વધુ

10 વર્ષમાં તેમની નેટ વર્થ 80 ટકાથી વધુ

એક વિદેશી મેગેઝીનમાં સૌથી અમીર એશિયાઈ બ્રિટિશની યાદીમાં રાજ કુંદ્રાનુ નામ પણ શામેલ છે. 29 વર્ષની ઉંમરમાં તેણે આ મુકામ મેળવ્યુ હતુ. છેલ્લા 10 વર્ષોમાં તેની નેટ વર્થ 80 ટકાથી વધુ થઈ ગઈ છે. મુંબઈમાં શિલ્પા સી ફેસિંગ ઘરમાં રહે છે. આ ઘરનુ નામ કિનારા છે. શિલ્પા શેટ્ટીનુ આ ઘર રૉયલ છે.

શિલ્પા શેટ્ટીને કરોડોની ગિફ્ટ

શિલ્પા શેટ્ટીને કરોડોની ગિફ્ટ

શિલ્પા શેટ્ટીને પણ રાજ કુંદ્રા દર વર્ષે કોઈને કોઈ મોટી ગિફ્ટ આપતા રહે છે. લંડનમાં તે કરોડો રૂપિયાનુ ઘર પણ શિલ્પા શેટ્ટીને એક જન્મદિવસે ગિફ્ટમાં આપી ચૂક્યા છે. જેનુ નામ રાજ મહેલ છે. વર્ષ 2009માં રાજ કુંદ્રા અને શિલ્પા શેટ્ટીએ લગ્ન કર્યા હતા. શિલ્પાને રાજ કુંદ્રાએ 4 કરોડની વીંટી પહેરાવી હતી.

મુંબઈનો આલીશાન રાજમહેલ- શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા

મુંબઈનો આલીશાન રાજમહેલ- શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા

પોતાના લગ્નની પહેલી એનીવર્સરી પર રાજ કુંદ્રાએ શિલ્પા શેટ્ટીને બુર્જ ખલીફામાં કરોડોનો ફ્લેટ ગિફ્ટમાં આપ્યો હતો. શિલ્પા શેટ્ટીનું મુંબઈનુ ઘર પણ કોઈ રાજમહેલથી કમ નતી. આ ઘરમાં પ્રાઈવેટ જિમ, સ્વિમિંગ પૂલ, ગાર્ડન સાથે બધી જ લક્ઝરી સુવિધાઓ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X