Raj Kundra Net Worth : કેટલી સંપતિના માલિક છે શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા? જાણો કેવી રીતે કરે છે કમાણી?

Raj Kundra Net Worth : બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા ફરી એક વખત વિવાદમાં છે. ઈડીએ રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટીના ઘર અને ઓફિસ પર દરોડા પાડ્યા છે.

અશ્લિલ ફિલ્મો બનાવવાને લઈને વિવાદોમાં આવેલા રાજ કુન્દ્રા કરોડોના માલકિન છે. રાજ કુન્દ્રા મહિને કરોડો રૂપિયાની કમાણી પણ કરે છે.

Raj Kundra Net Worth

વિવાદોમાં આવ્યા બાદ ED એ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ 2002ની જોગવાઈઓ હેઠળ બિટકોઈન પોન્ઝી કૌભાંડમાં રાજ કુન્દ્રાની 97.79 કરોડની મિલકતો જપ્ત કરી છે.

રાજ કુન્દ્રા કરોડોની સંપત્તિના માલિક છે. રાજ કુન્દ્રાએ બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તે સમયે રાજ કુન્દ્રાએ કહ્યું હતું કે તે એક મહિનામાં એટલી કમાણી કરે છે જેટલી સલમાન ખાન એક ફિલ્મથી કમાય છે.

અહેવાલો અનુસાર, શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા બિઝનેસમેન છે અને તેમની કમાણી અબજોમાં છે. અહેવાલ છે કે તેમની કુલ સંપત્તિ 2400 કરોડ રૂપિયાની આસપાસ છે. એક મધ્યમ વર્ગીય પરિવારમાં જન્મેલા રાજ કુન્દ્રાનો ઉછેર મુશ્કેલીમાં થયો છે.

તે 18 વર્ષના થયા ત્યારે તેના પિતાએ તેને કહ્યું કે કાં તો તેની રેસ્ટોરન્ટ ચલાવ અથવા પોતાનો વ્યવસાય શરૂ કર. પિતા વાતને ગંભીરતાથી લઈને રાજ કુન્દ્રાએ પોતાનો બિઝનેસ શરૂ કર્યો.

રાજ કુન્દ્રાએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તે પહેલા ખિસ્સામાં પૈસા લઈને દુબઈ ગયો હતો. તે ત્યાં હીરાના વેપારીઓને મળ્યો પણ મેળ પડ્યો નહીં. આ પછી તે નેપાળ ગયા.

કુન્દ્રા રાજ કુન્દ્રાએ કેટલીક પશ્મિના શાલ ખરીદી હતી અને બ્રિટનમાં કેટલાક બ્રાન્ડેડ સ્ટોર દ્વારા તેનું વેચાણ શરૂ કર્યું હતું. આ ધંધો ધીરે ધીરે વધવા લાગ્યો. આ પછી તે ફરીથી હીરાનો વ્યવસાય કરવા દુબઈ પહોંચ્યા.

અહેવાલો અનુસાર, રાજ કુન્દ્રા વિવિધ ક્ષેત્રોની લગભગ 10 કંપનીઓના માલિક છે. મુંબઈમાં ફેશન ઈન્ડસ્ટ્રી, રિયલ એસ્ટેટ, કન્સ્ટ્રક્શન, સ્ટીલ પ્લાન્ટ, ફોરેક્સ ઈન્વેસ્ટમેન્ટ, સતયુગ ગોલ્ડ, સુપર ફાઈટ લીગ અને ફૂડ ચેઈન જેવા કામ કરે છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, રાજ કુન્દ્રા દર મહિને લગભગ 100 કરોડ રૂપિયા કમાય છે. તેની એક વર્ષમાં કમાણી 1200 કરોડ રૂપિયા છે, જે બોલિવૂડના કોઈપણ સુપરસ્ટાર કરતાં વધુ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X