રાજ કુંદ્રાએ લૉકડાઉનમાં આપ્યો હતો બિઝનેસ આઈડિયા, કોઈ પણ કામ હોય, 'લોકોના મોબાઈલ પર કરો ફોકસ'

લૉકડાઉન દરમિયાન નવેમ્બરમાં એક સફળ બિઝનેસમેન અને બિઝનેસને ચલાવવાની ટિપ્સ અને ટ્રિક્સ રાજ કુંદ્રાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પેજ પર શેર કરી હતી.

મુંબઈઃ બૉલિવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુંદ્રાની પૉર્નોગ્રાફી કેસમાં 19 જુલાઈએ ધરપકડ કરવામાં આવી હતી. રાજ કુંદ્રા પૉર્નોગ્રાફી કેસની તપાસ મુંબઈની ક્રાઈમ બ્રાન્ચની પ્રૉપર્ટી સેલ કરી રહી છે. રાજ કુંદ્રા 27 જુલાઈ સુધી રિમાન્ડમાં છે. રાજ કુંદ્રાની ધરપકડ બાદ તેના બિઝનેસ વિશે ઘણા પ્રકારના સવાલો ઉઠી રહ્યા છે. સોશિયલ મીડિયા પર તેના ઘણા જૂના ઈન્ટરવ્યુ અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે જેમાં તેણે બિઝનેસ વિશે વાત કરી હતી. ગયા વર્ષે કોરોના લૉકડાઉન દરમિયાન નવેમ્બરમાં એક સફળ બિઝનેસમેન અને બિઝનેસને ચલાવવાની ટિપ્સ અને ટ્રિક્સ રાજ કુંદ્રાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પેજ પર શેર કરી હતી. પૉર્ન રેકેટના કેસમાં ધરપકડ થયા બાદ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

રાજ કુંદ્રા બોલ્યા - જલ્દી અમીર બનવાની કોઈ ફૉર્મ્યુલા નથી હોતી

રાજ કુંદ્રા બોલ્યા - જલ્દી અમીર બનવાની કોઈ ફૉર્મ્યુલા નથી હોતી

વીડિયોમાં શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રા કહે છે કે જુઓ, જલ્દી અમીર બનવાની કોઈ ફૉર્મ્યુલા નથી હોતી. રાજ કુંદ્રાએ કહ્યુ હતુ, 'મહામારી દરમિયાન જો તમારે કોઈ બિઝનેસ કરવો હોય, જેમાં નુકશાન ન જાય તો તમે કોઈ પણ એવો બિઝનેસ કરી શકો છો, જેમાં તમારે મોબાઈલ યુઝર પર ફોકસ કરવાનુ છે. તમે તમારી પ્રોડક્ટથી કોઈ પણ રીતે મોબાઈલથી લોકોને જોડી રાખો.'

'જે પણ બિઝનેસ કરો, મોબાઈલ યુઝરને ટાર્ગેટ કરો'

'જે પણ બિઝનેસ કરો, મોબાઈલ યુઝરને ટાર્ગેટ કરો'

રાજ કુંદ્રા કહે છે, 'તમે કોઈ પણ બિઝનેસ કરો, કોઈ પણ એરિયામાં ઈનવેસ્ટ કરો. જો તમે એવુ પ્રોજેક્ટ આપી શકો છો, કોઈ પણ પ્રકારની ટેકનિક, કંઈ પણ જે લોકોને તેમનો ફોન જોવા અને તેમનો ફોન વાપરવા માટે પ્રેરિત કરે છે. તમારો બિઝનેસ ચાલતો રહેશે. હું હંમેશા કહુ છુ, આજે તમે જે પણ વ્યાવસાયિક ઉદ્યમને શોધી રહ્યા હો. તેમાં મોબાઈલ ફોન હંમેશા શામેલ હોવો જોઈએ.'

'મને બીજા 30-40 મિલિયન મોબાઈલ યુઝર મળશે...'

'મને બીજા 30-40 મિલિયન મોબાઈલ યુઝર મળશે...'

રાજ કુંદ્રાએ વીડિયોમાં કહ્યુ, 'Pandemic-proofનો અર્થ છે કે મોબાઈલ ફોનનો ઉપયોગ કરવો, તેને પૉઝિટિવ રીતે યુઝ કરવો. તેને જ આવનાર શોધ કહે છે. તમને ખબર છે કે મને વધુ 30-40-50 મિલયન મોબાઈલ યુઝર મળશે જે મોબાઈલ દ્વારા મારી પ્રોડક્ટ સુધી પહોંચશે. હું જે પણ કરુ છે તને વેચવામાં પણ મદદ મને મોબાઈલથી મળશે. સારી વાત એ છે કે આ બધુ કામ તમે પોતાના ઘરે બેસીને પણ કરી શકો છો.'

હૉટશૉટ્સ એપને પ્લે સ્ટોરે પણ બેન કરી દીધુ હતુ

હૉટશૉટ્સ એપને પ્લે સ્ટોરે પણ બેન કરી દીધુ હતુ

રાજ કુંદ્રા હૉટશૉટ્સ નામની એપના માધ્યમથી પૉર્ન કન્ટેન્ટની સ્ટ્રીમિંગ કરતા હતા. હૉટશૉટ્સ એપને ગયા વર્ષે ગૂગલ પ્લે સ્ટોર અને એપ્પલ પ્લે સ્ટોરે પણ પોતાના પ્લેટફૉર્મ પરથી હટાવી દીધી હતી. પોલિસ સૂત્રોએ પીટીઆઈને જણાવ્યુ કે રાજ કુંદ્રાની વૉટ્સએપ ચેટથી જાણવા મળ્યુ છે કે ગેરકાયદે કારોબાર કરવા માટે એક નવુ એપ્લિકેશન લૉન્ચ કરવા માટે એક બેકઅપ યોજના બનાવી રહ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X